For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Tauktae: મુખ્યમંત્રી સાથે વડાપ્રધાનની રિવ્યૂ મીટિંગ, અસરગ્રસ્તોને આર્થિક મદદ અપાશે

Cyclone Tauktae: મુખ્યમંત્રી સાથે વડાપ્રધાનની રિવ્યૂ મીટિંગ, અસરગ્રસ્તોને આર્થિક મદદ અપાશે

|
Google Oneindia Gujarati News

અરબી સમુદ્રથી ઉઠેલું વાવાઝોડું તૌકતે હવે નિષ્ક્રિય થઈ ગયું છે. સોમવારે અને મંગળવારે આ વાવાઝોડાએ ગુજરાતમાં ભારે નુકસાન પહોંચાડ્યું. નુકસાનનો સર્વે કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પહોંચ્યા. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એખ હેલિકોપ્ટરમાં ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની સ્થિતિ ચકાશી. જે બાદ તેઓ અમદાવાદ આવી ગયા.

પુનર્વાસ, રાહત કાર્ય યુદ્ધ સ્તરે થશે

પુનર્વાસ, રાહત કાર્ય યુદ્ધ સ્તરે થશે

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિને લઈ અધિકારીઓ સાથે બેઠક કરી. જ્યાં અધિકારીઓએ મોદીને રાજ્યમાં થયેલ નુકસાનથી અવગત કરાવ્યા. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીએ પણ બેઠકમાં બ્રીફિંગ આપ્યું. અંતમાં વડાપ્રધાને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ કરવાની વાત કહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં જનજીવન સામાન્ય કરવા માટે યુદ્ધ સ્તરે પુનર્વાસ, રાહત કાર્યો કરાશે.

પ્રભાવિતોને આર્થિક મદદ અપાશે

પ્રભાવિતોને આર્થિક મદદ અપાશે

મુખ્યમંત્રીએ કહ્યું કે, સર્વેક્ષણ બાદ પ્રભાવિત લોકોને આર્થિક મદદ અપાશે. અહેવાલ મુજબ વાવાઝોડું અને ભારે વરસાદને કારણે રાજ્યમાં 2 લાખથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. 20 હજારથી વધુ કાચાં ઘરને નુકસાન પહોંચ્યું છે. હજારો એકરનો પાક બરબાદ થઈ ગયો છે. કેરીનો 75 ટકા જેટલો પાક બરબાદ થયો છે. રાજ્યના 3850 ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો.

વાવાઝોડાથી થયેલ નુકસાનનો સર્વે કરવા ગુજરાત પહોંચ્યા પીએમ મોદીવાવાઝોડાથી થયેલ નુકસાનનો સર્વે કરવા ગુજરાત પહોંચ્યા પીએમ મોદી

રાહત પેકેજ જાહેર કર્યું

રાહત પેકેજ જાહેર કર્યું

ગુજરાતમાં તૌકતેની સૌથી વધુ અસર અમરેલી, ગિર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લા પર પડી છે. રિવ્યૂ મીટિંગ બાદ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે અસરગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની ઘોષણા કરવામાં આવી છે.

English summary
Cyclone Tauktae: After review meeting with PM, vijay rupani announce relief package
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X