For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Tauktae: ગુજરાત તરફ આગળ વધ્યું વાવાઝોડું, મુંબઈમાં ભારે વરસાદ, અત્યાર સુધી 10ના મોત

Cyclone Tauktae: ગુજરાત તરફ આગળ વધ્યું વાવાઝોડું, મુંબઈમાં ભારે વરસાદ, અત્યાર સુધી 10ના મોત

|
Google Oneindia Gujarati News

વાવાઝોડું તૌકતે બહુ શક્તિશાળી થઈ ગયું છે. ગોવા, કેરળ અને કર્ણાટકમાં ભારે તબાહી મચાવ્યા બાદ હવે આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે તૌકતે ગુજરાતના તટ પર 185kmphની ગતિએ દરસ્તક આપશે અને તેના કારણે લાખો લોકોને દરિયા કાંઠેથી સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ વાવાઝોડાના કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જેમાંથી કર્ણાટકમાં 6, કેરળ અને ગોવામાં 2-2 લોકોએ ભારે વરસાદને કારણે દમ તોડ્યો છે. તેજ વરસાદ અને હવાના કારણે રસ્તાઓ પર કેટલીય જગ્યાએ ઝાડ અને વીજળીના થાંભળા ઉખડી ગયા છે અને ઘણા બધા ઘરોને નુકસાન પહોંચ્યું છે.

ભારે વરસાદ અને તેજ હવા ચાલવાની આશંકા

ભારે વરસાદ અને તેજ હવા ચાલવાની આશંકા

ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે Tauktae આજે સાંજ સુધી ગુજરાતના તટ પર ટકરાશે અને તે દરમિયાન ભારે વરસાદ અને તેજ હવાની આશંકા છે. રાજ્યમાં સુરક્ષાના સંપૂર્ણ ઈંતેજામ થઈ ચૂક્યા છે.

રાજ્યમાં NDRFની 24 ટીમ તહેનાત

રાજ્યમાં NDRFની 24 ટીમ તહેનાત

રાજ્યમાં NDRFની 24 ટીમ તહેનાત કરવામાં આવી છે અને સીએમ રૂપાણીએ આ વિશે એક બેઠક પણ કરી હતી અને તે બાદ તેમણે રાજ્યના નાગરિકોને 17-18 મેના રોજ પોતાના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. જણાવી દઈએ કે ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ કરાયું છે જ્યારે હાલ મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેજ પવન ફુંકાઈ રહ્યો છે.

સમુદ્રમાં લાંબી લહેરો ઉઠી રહી છે

સમુદ્રમાં લાંબી લહેરો ઉઠી રહી છે

સમુદ્રમાં હાલ લાંબી લાંબી લહેરો ઉઠી રહી છે. વાવાઝોડું તૌકતેને ધ્યાનમાં રાખી 17 અને 18 મેનારોજ ગુજરાતમાં અને મુંબઈમાં આજ માટે વેક્સીનેશન પ્રોગ્રામ ટાળી દેવામાં આવ્યો છે. પશ્ચિમી મુંબઈમાં એનડીઆરએફની 3 ટીમ અને ફાયર બ્રિગેડની 6 ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.

ભારે વરસાદની આશંકા

ભારે વરસાદની આશંકા

હવામાન વિભાગ મુજબ વાવઝોડું તૌકતેની અસર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં પણ જોવા મળશે અને ત્યાં પણ હળવાથી તેજ વરસાદનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં ઉઠેલ ચક્રવાતી તોફાન તૌકતે રવિવારે ગોવાના તટ પર ટકરાયું હતું અને હવે આ ગુજરાત તરફ વળ્યું છે, તોફાને શક્તિશાળી રૂપ ધારણ કરી લીધું છે.

Cyclone Tauktae: 'તૌકતે' વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, આર્મી, નૌકાદળ, વાયુસેનાને સ્ટેન્ડબાયCyclone Tauktae: 'તૌકતે' વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, આર્મી, નૌકાદળ, વાયુસેનાને સ્ટેન્ડબાય

પોરબંદર અને મહુવાને પાર કરશે

પોરબંદર અને મહુવાને પાર કરશે

18 મેની સવારે વાવાઝોડું તૌકતે પોરબંદર અને મહુવા વચ્ચેથી ગુજરાતના તટને પાર કરી શકે છે. જણાવી દઈએ કે તૌકતે વર્ષ 2021નું પહેલું વાવાઝોડું છે, જેનું નામ મ્યાનમારે રાખ્યું છે.

English summary
Cyclone Tauktae: Hurricane moves towards Gujarat, heavy rains in Mumbai, 10 died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X