For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Tauktae: IAFએ NDRF જવાનો અને સાધનોને કોલકત્તાથી અમદાવાદ કર્યા તૈનાત

એનડીઆરએફના 167 કર્મીઓ અને 16.5 ટનના સાધનોના પરિવહન માટે બે C-130J અને એક An-32 વિમાન કોલકત્તાથી અમદાવાદમાં તૈનાત કરાયા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય વાયુસેના (IAF)એ સોમવારે માહિતી આપી છે કે એનડીઆરએફના 167 કર્મીઓ અને 16.5 ટનના સાધનોના પરિવહન માટે બે C-130J અને એક An-32 વિમાન કોલકત્તાથી અમદાવાદમાં તૈનાત કર્યા છે. વાવાઝોડા તૌકતેનો જોતા એનડીઆરએફને મદદ કરવા માટે આઈએએફે આ પગલુ લીધુ છે. આ પહેલા ભારતીય હવામાન વિભાગ(IMD)એ કહ્યુ હતુ કે વાવાઝોડુ તૌકતે આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનશે અને 18 મેના રોજ વહેલી સવાલે ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠે ત્રાટકશે.

iaf

ગુજરાતમાંવાવાઝોડુ તૌકતે પહોંચવાની સંભાવનાને જોતા પશ્ચિમી તટના નીચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. આઈએમડીના ડીજી મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યુ કે વાવાઝોડુ તૌકતે ભાવનગર જિલ્લામાં પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના તટને પાર કરવાની સંભાવના છે. ભારતીય વાયુસેના(IAF)એ વાવાઝોડાની તૈયારી રૂપે 16 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 18 હેલીકૉપ્ટરો તૈયાર રાખ્યા છે.

Earthquake: રાજકોટમાં 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાEarthquake: રાજકોટમાં 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા

એનડીઆરએફના અધિકારીઓએ એ પણ આશ્વાસન આપ્યુ હતુ કે તેઓ તૌકતે વાવાઝોડા માટે સારી રીતે તૈયાર છે અને 53 ટીમોમાંથી 24 ટીમો પહેલેથી તૈનાત છે અને 29 ટીમો 5 રાજ્યો કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત માટે તૈયાર છે.

English summary
Cyclone Tauktae: NDRF personnel and equipment airlift by IAF from Kolkata to Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X