દાહોદના મહિલા PSIએ ગામની મહિલાઓને આપ્યુ પ્રોત્સાહન
દાહોદ મહિલા પોલિસ સ્ટેશનમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે ફરિયાદી મહિલાને સમજાવીને પતિ પત્ની વચ્ચે સુમેળ કરાવીને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દાહોદ મહિલા પોલિસ સ્ટેશનમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે ફરિયાદી મહિલાને સમજાવીને પતિ પત્ની વચ્ચે સુમેળ કરાવીને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં જ્યારે વિશ્વ મહિલા દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદમાં પણ મહિલાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરીને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી
દાહોદ મહિલા પીએસઆઈ કે આર વ્યાસે પોતાના મહિલા પોલિસ સ્ટેશનમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે હાલના સમયમાં મહિલાઓએ ખૂબ પ્રગતિ કરી છે અને દરેક મહિલાઓ પુરુષ સમાન ઉભી રહે છે. તેમજ સરકારની યોજનાઓ જેવી કે બેટી બચાવો બેટી પઢાવોથી છોકરીઓને બચાવીને, ભણાવીને પોતાની જાતે સક્ષમ થઈ સમાજમાં અડીખમ રીતે પોતાનુ જીવન જીવી શકે તે માટે તૈયાર થઈ રહી છે. જ્યારે સ્ત્રી સશક્તિકરણથી સ્ત્રીની અબળા નારીની છાપ ભૂસાવા માંડી છે.

મહિલા પીએસઆઈ સાથે વાતચીત
દાહોદના મહિલા પીએસઆઈએ તમામ મહિલાઓને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યુ કે તેઓ દાહોદમાં છેલ્લા બે વર્ષથી કાર્યરત છે અને દાહોદ એક આદિવાસી વિસ્તાર છે અને અહીંના સમાજની ઘણી રૂઢીઓ છે, ઘણી માન્યતાઓ છે, સમાજના રીતરિવાજો જુદા છે. જેથી અમુક સમયે જ્યારે મહિલાઓના પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં થોડીઘણી પણ તકલીફ થાય ત્યારે તે મોટુ સ્વરૂપ ધારણ કરી લે છે.
Recommended Video


200થી વધુ કિસ્સાઓમાં ઘરસંસાર તૂટતા બચાવ્યો
એ વખતે મોટાભાગની સ્ત્રીઓના નાના બાળકો હોય છે અને જ્યારે અમારી પાસે આવે છે ત્યારે એ બાળકોના ભવિષ્યનો વિચાર કરીને અને નાની નાની તકરારમાં ઘર સંસાર ન તૂટે એ માટે ઝીણવટભરી તપાસ કરી અને બંને પક્ષોને સાંભળી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આવા 200થી વધુ કિસ્સાઓમાં ઘરસંસાર તૂટતો બચ્યો છે અને બહેનો તેમની સાસરીમાં ખૂબ જ શાંતિથી અને સારી રીતે રહે છે. ભવિષ્યમાં પણ અમે આવા ઘરસંસાર તૂટતા બચે એવા પ્રયત્ન કરીશુ.












Click it and Unblock the Notifications
