Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વીડિયો: ગુજરાતમાં એક દલિતની મારી મારીને હત્યા કરવામાં આવી

ગુજરાતના રાજકોટમાં ચોરીના આરોપ પર એક ફેક્ટરી માલિકે એક દલિત મજુરની મારી મારીને હત્યા કરી નાખી.

ગુજરાતના રાજકોટમાં ચોરીના આરોપ પર એક ફેક્ટરી માલિકે એક દલિત મજુરની મારી મારીને હત્યા કરી નાખી. આ મામલા સાથે જોડાયેલો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર ફેક્ટરી માલિકે દલિત મજુર અને તેની પત્નીની પીટાઈ કરી. ગુજરાત દલિત નેતા અને વિધાયક જીગ્નેશ મેવાની ઘ્વારા તેનો એક વીડિયો પણ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ત્યારપછી આખો મામલો વધુ ગરમાઈ ગયો છે. પોલીસે આ મામલે 5 લોકોની ધરપકડ પણ કરી છે.

મુકેશ કચરો ભેગો કરવાનું કામ કરતો હતો

મુકેશ કચરો ભેગો કરવાનું કામ કરતો હતો

આ ઘટના રવિવારની જણાવવામાં આવી રહી છે. મુકેશ કચરો ભેગો કરવાનું કામ કરતો હતો. રવિવારે તે પત્ની સાથે કામ કરવા માટે નીકળ્યો. મુકેશ ફેક્ટરી પાસે પોતાની પત્ની સાથે કચરો ઉઠાવી રહ્યો હતો. ત્યારે ચાર-પાંચ લોકો આવ્યા અને તેની પીટાઈ શરૂ કરી. લોકોએ મુકેશને દોરડા ઘ્વારા બાંધી દીધો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુકેશને દોરડાથી બાંધીને લોખંડના ડંડા ઘ્વારા તેની નિર્દયતાપૂર્વક પીટાઈ કરવામાં આવી રહી છે.

પીટાઈ કરનાર લોકો ફેકટરીના મજુર અને માલિક છે

પીટાઈ કરનાર લોકો ફેકટરીના મજુર અને માલિક છે

જણાવવામાં આવી રહ્યું છે કે મુકેશની પીટાઈ કરનાર લોકો ફેકટરીના મજુર અને માલિક છે. પીટાઈ કરવાનું કારણ ફેક્ટરી પાસે કચરો વીણવાનું જણાવવામાં આવ્યું. ફેકટરીના મજુર અને માલિક ઘ્વારા કચરો ભેગો કરનાર મહિલાને મારીને ભગાડી દીધી પરંતુ મુકેશને બાંધી દેવામાં આવ્યો. ત્યારપછી તેને એટલો મારવામાં આવ્યો કે તે બેભાન થઇ ગયો.

ગુજરાત દલિતો માટે સુરક્ષિત નથી

આપણે જણાવી દઈએ કે મુકેશ અને તેનો પરિવાર પાંચ દિવસ પહેલા જ કામની શોધમાં રાજકોટ આવ્યા હતા. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ગુજરાત દલિત નેતા અને વિધાયક જીગ્નેશ મેવાની ઘ્વારા તેનો એક વીડિયો પણ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં તેમને લખ્યું છે કે ગુજરાત દલિતો માટે સુરક્ષિત નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X