છોકરીની છેડતી મુદ્દે દલિતોના ટોળાએ રાજપૂત યુવકોની 25 જેટલી બાઈક સળગાવી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

શહેરના આંબાવાડી વિસ્તારના ભુદરપુરા માં ગઈકાલે રાતના સમયે છોકરીની છેડતી મુદ્દે દલિતો અને ભુદરપુરામાં આવેલી રાજપૂત હોસ્ટેલમાં રહેતા યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેને ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ અને દલિતોના ટોળાએ હોસ્ટેલ પર પથ્થરમારો કરીને બહાર પાર્ક કરેલી 25 જેટલી બાઈક સળગાવી દીધી હતી. આ દરમિયાન બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો પણ દલિતો ના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા એક પોલીસ કર્મીને ઇજા થઇ હતી.

dalit

બીજી તરફ આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ નો સ્ટાફ આવ્યો હતો પણ ટોળા એ ફાયર બ્રિગેડ ના સ્ટાફ પર પણ પથ્થરમારો કરીને વાહનના કાચ તોડી નાખ્યા હતા અને એક ફાયર ના કર્મચારીને ગંભીર ઇજા થતા વી એસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં બાદમાં પરિસ્થિતિ એ હદે બગડી હતી કે ટોળા એ મુખ્ય રસ્તો પણ બંધ કરી દીધો હતો. જેથી પોલીસ કમિશનર , જેસીપી સેક્ટર 1 સહિતનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો. અને સામાન્ય લાઠીચાર્જ અને 12 જેટલા ટીયર ગેસ છોડી ટોળાને વિખેરી દીધું હતું.

ભુદરપુરામાં રહેતા સ્થાનિક લોકો એ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તાર માં રાજપૂત સમાજ ની હોસ્ટેલ માં રહેતા કેટલાક લુખ્ખા તત્વો અવારનવાર દારુ પીને ધમાલ કરવા ઉપરાંત છોકરીઓ ની છેડતી પણ કરતા હોય છે જેથી સમજાવવા જતા તેમણે મારામારી કરતા સ્થિતિ વણસી હતી.

આ બનાવ બાદ પોલીસ કોમ્બિનગ કરી 10 થી વધારે લોકોની ધરપકડ કરી હતી . અને હાલ પૂરતો સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

English summary
Dalit people burnt 25 bikes of Rajput youth in Ambawadi area

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.