દલિત યુવાનોની પીટાઈ મામલે જીજ્ઞેશ મેવાણીએ સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું

દલિત યુવાનોની પીટાઈ મામલે જીજ્ઞેશ મેવાણીએ સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું

અમદાવાદઃ શહેરમાં રવિવારે રાત્રે કથિત રીતે દલિત યુવાનો પર હિંસા થઈ હતી. આ મામલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કેટલાક શખ્સો યુવાનોની પીટાઈ કરી રહ્યા છે અને તેમને ગાળો આપી રહ્યા છે. આ મામલે જીજ્ઞેશ મેવાણીએ લાલ આંખ કરી છે અને રૂપાણી સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સાથે જ જીજ્ઞેશ મેવાણીએ જો ન્યાય ન મળે તો આક્રોશસહ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

jignesh mevani

જીજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરતા લખ્યું કે, 'ગઈકાલે રાત્રે અમદાવાદમાં જે રીતે દલિત યુવાનો પર હિંસા કરવામાં આવી તેની નિંદા નહી પણ આક્રોશસહ આંદોલન કરવામાં આવશે. અત્રેથી હું ગુજરાતના મુખ્યમંત્રીને અલ્ટીમેટમ આપું છું જો સરકાર આરોપીઓની ધરપકડ કરી તેમને સજા નહી ફટકારે તો ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે.' ત્યારે જોવાનું રહેશે કે ગુજરાત સરકાર એક ધારાસભ્યની વાતને કેટલીય સીરિયસલી લે છે. એક સ્વચ્છ સમાજમાં કોઈપણ વ્યક્તિની જાહેરમાં પીટાઈ થવી એ કાનૂન વ્યવસ્થા માટે પણ કલંક સમાન છે.

આ વીડિયોમાં જોવા મળી રહેલ શખ્સોની પીટાઈ શા માટે કરવામાં આવી તે અંગે હજુ કાંઈ માહિતી મળી નથી. જો કે વન ઈન્ડિયા ગુજરાતી આ વીડિયોમાં રહેલ શખ્સો દલિત હોવાની પણ પુષ્ટિ નથી કરતું. પરંતુ એટલું જરૂર કહે છે કે એક સ્વચ્છ સમાજ તરીકે આ બાબત માણસાઈને પણ સરમાવે તેવી છે, કોઈને પણ કાનૂન હાથમાં લેવાનો અધિકાર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X