For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દમણ આબકારી વિભાગે કડૈયાના દરિયા કાંઠેથી દારૂ ભરેલ બોટ ઝડપી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા પાયે દારૂ ઝડપાય રહ્યો છે ત્યારે દમણ પ્રશાસન તથા આબકારી વિભાગ દ્વારા ગેરકાયદે આવન-જાવન કરનારાઓ વિરૂદ્ધ સખ્ત અભિયાન ચલાવાઈ રહ્યું છે. તે અંતર્ગત ગત રાત્રિના ૧૧:૦૦ વાગ્યે આબકારી વિભાગને

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા પાયે દારૂ ઝડપાય રહ્યો છે ત્યારે દમણ પ્રશાસન તથા આબકારી વિભાગ દ્વારા ગેરકાયદે આવન-જાવન કરનારાઓ વિરૂદ્ધ સખ્ત અભિયાન ચલાવાઈ રહ્યું છે. તે અંતર્ગત ગત રાત્રિના ૧૧:૦૦ વાગ્યે આબકારી વિભાગને ગુપ્ત માહિતી મળી કે, કડૈયા સમુદ્ર કિનારાથી એક બોટ દ્વારા ગેરકાયદેસર રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડાઈ રહ્યો છે. જે મુજબ સહાયક આબકારી આયુક્ત તથા

ELECTION

આબકારી નિરીક્ષણ મિલનકુમાર પટેલ, દીક્ષિત ચારણિયા, અને આબકારી રક્ષક(ગાર્ડ) સુનિલ ધોડિયા, મનિષ યાદવ, અમિત રાજભર અને યજ્ઞેશ પટેલ કડૈયા સમુદ્ર કિનારે રાત્રિના ૧૧:૩૦ વાગ્યે પહોંચતાં અહીં ઉપલબ્ધ પાંચ બોટોની તપાસ શરૂ કરી હતી, પરંતુ તે તમામ ખાલી હતી. ત્યારબાદ આબકારી વિભાગની ટીમે મધ્યરાત્રિના ૧૨:૧૫ વાગ્યે એક બોટને પાણી વચ્ચે ઉભેલી જોઈ હતી. પાણી ખુબ ઓછું હોવાના કારણે ત્યાં બીજી બોટ લઈને જવું અશક્ય હતું. ત્યારપછી આબકારી રક્ષક(ગાર્ડ) સુનિલ હતી.

ધોડિયાએ તરીને જવાનું શરૂ કર્યું. સુનિલ ધોડિયા બોટની નજીક પહોંચતા જ બોટમાંથી ત્રણ લોકોએ પાણીમાં છલાંગ મારી અને તેઓ કોલક, ગુજરાત તરફ ભાગી ગયા હતા. આબકારી વિભાગે મળી આવેલ બોટની તપાસ કરતા તેમાંથી ૮૦૪૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. તેથી આબકારી વિભાગે બોટ અને દારૂને જપ્ત કર્યો હતો અને આબકારી વિભાગે દાદરા નગર હવેલી અને દમણ- દીવ આબકારી જકાત કાયદો ૧૯૬૪ અને વસૂલી નિયમ ૨૦૨૦ અંતર્ગત કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

English summary
Daman police seized 8040 bottles of liquor from the boat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X