સંતરામપુરમાં એમજીવીસીએલના એન્જિનિયરની લાશ મળી

સૂત્રોના જણાવ્યા અનુસાર એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરની તાજેતરમાં બદલી થઇ હતી અને તેઓ સંતરામપુરમાં આવ્યા હતા. અહીં તેમણે બે મહિનાથી ભાડે મકાન રાખ્યું હતું. તેઓ મકાનમાં એકલા જ રહેતા હતા. આવનારા થોડા મહિનામાં તેઓ નિવૃત્ત થવાના હતા.
પોલીસ આવ્યા બાદ મકાન ખોલતા ડેપ્યુટી એન્જિનિયરની લાશ નગ્ન હાલતમાં જોવા મળી હતી. પોલીસે પ્રાથમિક પુરાવાના આધારે તેમની હત્યા થઇ હોવાનું તારણ કાઢ્યું છે. તેમની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
