ગોરખપુરની મેડિકલ કોલેજમાં મૃત્યુ આંક પહોંચ્યો 32 પર

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શહેરમાં જ બાબા રાઘવદાસ મેડિકલ કોલેજમાં ગત 5 દિવસોમાં 60થી વધુ બાળકોની મોત થઇ છે. 11 ઓગસ્ટે જ 32 બાળકોની એક સાથે મોત થતા હડકંપ મચી ગયો હતો. આ ઘટના પછી પ્રદેશ સરકારે મેજેસ્ટ્રેટી તપાસનો આદેશ આપ્યો છે. મૃત બાળકોના પરિવારજનોનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં બાળકો એટલા માટે મરી ગયા કારણ કે પીડીએટ્રિક વોર્ડમાં ઓક્સિજનનો સ્પલાય રોકી દેવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલ અને જિલ્લા પ્રશાસનને આ આરોપને ફગાવ્યો છે. એટલું જ નહીં બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી આદિત્યનાથે જ આ મેડિકલ કોલેજનું નિરીક્ષણ કર્યું હતું. અને આદિત્યનાથે 10 પથારી વાળા આઇસીયૂ અને 6 પથારી વાળા સીસીયુનું ઉદ્ધાટન કર્યું હતું. શુક્રવારે બીઆરડી મેડિકલ કોલેજેની તરફથી 60 લોકોનો મોતની વાતની જાણકારી આપવામાં આવી હતી.

Death of children

હોસ્પિટલમાં આ જેટલી પણ મોત થઇ છે તે તમામ મોત ઓક્સિજનની અછતના કારણે થઇ છે. સરકારનો દાવો છે કે તમામ બાળકોની મોત ઓક્સિજનની અછતના કારણે નથી થઇ. જો કે હવે હોસ્પિટલ પ્રશાસને વધુ ઓક્સિજનના બાટલા માંગાવ્યા છે. આ મામલે ઉત્તર પ્રદેશના સ્વાસ્થય મંત્રીએ ટિપ્પણી કરતા કહ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે અને ત્યાં સુધી વિપક્ષ આ મામલે રાજનીતિ ના કરે. જો કે 32 બાળકોની એક પછી એક મોત થતા સોનિયા ગાંધી સમેત તમામ પક્ષના નેતાઓ આ ઘટનાને નીંદનીય જણાવી છે.

English summary
Death of children in BRD Medical college at Gorakhpur UttarPradesh,home district of CM Yogi Adityanath

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.