For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલે ગુજરાતના દરેક પરિવારને દર મહિને 27,000 રૂપિયાની બચતનુ આપ્યુ વચન

રવિવારે અરવિંદ કેજરીવાલે એક જાહેર સભામાં લોકોને કહ્યુ હતુ કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો...

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા દરેક પક્ષ જનતાને વચનો આપી રહ્યા છે. આ ક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પોતે ગુજરાતમાં અનેક જાહેર સભાઓમાં ભાગ લીધો છે અને વીજળી, પાણીથી લઈને રોજગાર સુધીના અનેક મહત્વના વચનો આપ્યા છે. રવિવારે અરવિંદ કેજરીવાલે એક જાહેર સભામાં લોકોને કહ્યુ હતુ કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો તે દરેક પરિવારને દર મહિને 27,000 રૂપિયાની બચત કરાવશે. આ વચન સાથે કેજરીવાલે આ બચતને લઈને પોતાની ફોર્મ્યુલા પણ લોકોની સામે મૂકી.

kejriwal

અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'ભગવંત સાહેબ માત્ર 6 મહિનામાં 20 હજાર સરકારી નોકરીઓ લાવ્યા છે. અમને રોજગાર આપતા આવડે છે. AAP દરેક પરિવારને દર મહિને 27000 રૂપિયાની બચત કરાવશે.' કેજરીવાલે કહ્યુ કે તેમાં વીજળી પર 3000 રૂપિયા, શિક્ષણ પર 10,000 રૂપિયા, સ્વાસ્થ્ય પર 5,000 રૂપિયા, મહિલાઓની રકમ પર 3,000 રૂપિયા અને 6000 રૂપિયા બેરોજગારી ભથ્થુ સામેલ છે.

અહીં ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા કેજરીવાલે લોકોને બે અપીલ કરી. કેજરીવાલે કહ્યુ કે હું તમને બે વિનંતી કરુ છુ. પ્રથમ - તમે મિત્રો અને સંબંધીઓને વૉટ્સએપ કરશો કે હું આપને વોટ આપીશ, તમે પણ આપને વોટ આપજો. બીજુ - તમે શેરીઓમાં જઈને AAPને મત આપવા માટે 100-100 લોકો બનાવશો. જો તમે સહકાર આપશો તો ભાજપનુ 27 વર્ષનુ શાસન ઉખડી જશે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સરકારના યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવા માટે એક સમિતિની રચના કરવાના ઇરાદા પર સવાલ ઉઠાવતા કહ્યુ કે જો પાર્ટી આમ કરવા માંગતી હોય તો તેણે આ સમગ્ર દેશમાં લાગુ કરવુ જોઈએ. કેજરીવાલે પૂછ્યુ કે શું ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર આ દિશામાં પગલાં ભરવા માટે લોકસભા ચૂંટણીની રાહ જોઈ રહી છે.

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર તેમના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે ભાવનગરમાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. આ વર્ષના અંતમાં યોજાનારી 182 સભ્યોની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ આ અઠવાડિયે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરે તેવી શક્યતા છે.

English summary
Delhi CM Arvind Kejriwal promises to save Rs 27,000 per month to each family of Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X