For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જુલાઇ : ગુજરાતના ગાંધીનગર ખાતે જાન્યુઆરી 2015માં યોજાવા જઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2015માં દેશની રાજધાની દિલ્હી પ્રથમવાર ભાગ લેવા જઇ રહ્યું છે. દિલ્હી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015માં પોતાની સિદ્ધિઓ અને ટ્રેડ શોનું પ્રદર્શન પણ યોજશે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર તરફથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યા બાદ દિલ્હીના વહીવટી અધિકારીઓએ સોમવાર, 14 જુલાઇ, 2014ના રોજ એક બેઠક યોજી હતી અને આ અંગે ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે તેમણે બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે.

delhi-600

નોંધનીય છે કે ગુજરાત સરકારે ભારતના તમામ રાજ્યોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015માં ભાગ લેવા માટે આમંત્રણ મોકલવા ઉપરાંત તેઓ ભાગ લેવા ઇચ્છે તો તેમનું પ્રદર્શન યોજવા માટે કેટલી જગ્યા અને અન્ય શું જરૂરિયાત છે તે અંગે પણ વિગતો માંગી હતી.

નોંધનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ યોજવાનો વિચાર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષ 2003માં આવ્યો હતો. આ સંમેલન યોજવાનો મુખ્ય હેતુ રાજ્યમાં રોકાણ ખેંચી લાવવાનો હતો. આ ઉપરાંત કેટલાક લોકો માને છે કે વર્ષ 2002ના ગોધરા અને ત્યાર બાદના રમખાણો બાદ ગુજરાતની આર્થિક સ્થિતિ ડગમગ થઇ ગઇ હતી. રોકાણકારોનો વિશ્વાસ ફરી સંપન્ન કરવા માટે આ સંમેલનનો વિચાર કરવામાં આવ્યો હતો.

આ વખતે દિલ્હી પ્રથમવાર ભાગ લેવા જઇ રહ્યું છે તે અંગે દિલ્હીના એક અધિકારીએ જણાવ્યું કે 'અમે રાજ્ય સરકારની ઓફર અંગે વિચાર કરી રહ્યા છીએ. અમે આ સમિટમાં અમારી સિદ્ધીઓને દર્શાવવા માંગીએ છીએ.' અધિકારીના જણાવ્યા અનુસાર જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર હતી અને દિલ્હીમાં કોંગ્રેસ સરકાર હતી, ત્યારે હંમેશા આ આમંત્રણની અવગણના કરવામાં આવી હતી.

English summary
Delhi to be first time part of Vibrant Gujarat meet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X