For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠાના વંચિત લોકો સુધી પહોંચાડો સરકારી યોજનાના લાભઃ સાંસદ પરબત પટેલ

બનાસકાંઠાના વંચિત લોકો સુધી પહોંચાડો સરકારી યોજનાના લાભઃ સાંસદ પરબત પટેલ

|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા કલેકટર કચેરી ખાતે સાંસદ પરબત પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ''દિશા’’ ની બેઠક યોજાઇ હતી. જેમાં દિશા અંતર્ગત આવરી લેવાયેલ યોજનાઓના અમલીકરણ બાબતે કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

parbat patel

આ બેઠકમાં સંસદ સદસ્ય પરબત પટેલે જણાવ્યું કે, માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડી લોકોને મદદરૂપ થવા સૂચના આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના સર્વાગી વિકાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત અમલીકરણ કચેરીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનો લાભ વંચિત અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરીએ. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજનાઓ સહિતની યોજનાઓનો પ્રચાર- પ્રસાર કરી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું.

દિશાની આ બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લો-યમેન્ટ ગેરન્ટી સ્કીમ (મનરેગા), દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ), સ્વચ્છ ભારત મિશન, શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સર્વ શિક્ષા અભિયાન, નેશનલ રૂરલ ડ્રિન્કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન), ડીજીટલ ઇન્ડીયા, સોઇલ હેલ્થ કાર્ડ સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. આઇ. શેખે વિકાસકીય કામોની વિગતો રજૂ કરી હતી.

English summary
Deliver the benefits of government scheme to the deprived people of Banaskantha: MP Parbat Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X