For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌમાતા માટે જીવ જોખમમાં મુકનાર કોંગ્રેસના કાર્યકર પર પોલીસ કેસ પાછો ખેંચવા માંગ

રાજ્યમાં વ્યાપી રહેલા લમ્પી વાયરસના લીધે મોટી સંખ્યામાં ગાયમાતાના મોત થયા છતાં ભાજપ સરકાર નિશ્ચિંત છે. ત્યારે, જામનગરના કોંગ્રેસના પ્રમુખે આક્રોશ સાથે આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં વ્યાપી રહેલા લમ્પી વાયરસના લીધે મોટી સંખ્યામાં ગાયમાતાના મોત થયા છતાં ભાજપ સરકાર નિશ્ચિંત છે. ત્યારે, જામનગરના કોંગ્રેસના પ્રમુખે આક્રોશ સાથે આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેમના પર 307 સહિતની કલમ લગાડવામાં આવી હોવાનો અને તેમને હેરાન કરતાં હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

Gaumata

જામનગર શહેરના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા)ને આક્રોશ ઘણા દિવસથી તેમને બેચેન કરી રહ્યો હતો માટે તેમણે આ પ્રયાસ કર્યો છે. ત્યારે ભાજપ સરકારના ઇસારે પોલીસ તંત્ર તેમની સામે ગુન્હેગાર હોય તે રીતે વર્તન કરી રહી છે. ગુજરાતમાં મે મહિનાથી ગૌવંશમાં લમ્પી નામના ભયાનક વાયરસે દેખા દિધા બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણ નિદ્રાધિનમાં રહ્યું. કોઈ નક્કર યોજનાના અભાવે માત્ર કચ્છમાં ૨૦ હજાર થી વધુ ગાયોના મોત થયાની વિગતો સામે આવી છે.

લમ્પી વાયરસને રોકવા ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે.કોંગ્રેસ આગેવાન પર ૩૦૭ જેવી કલમ લગાવામાં આવે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં લઇ જવામાં આવે, કોઈ ક્રિમીનલ કોય તેવો વર્તાવ કરી પાણી, જમવાનું ન આપવામાં આવે, રિમાન્ડ માંગવામાં આવે. શું ગાયમાતાના હિતમાં વાત કરવી ગુન્હો છે ?

ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાયોની ચિંતા કરી પોતાનો જીવ જોખમમા મુકનાર કોંગ્રેસ જામનગર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા પર ૩૦૭ સહિતની કલમો નાબુદ કરી કેસ પાછો ખેચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

English summary
Demand withdrawal of police case against Congress worker who risked life for Gaumata
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X