
જો ગરબાને મંજૂરી આપી દેવામાં આવી તો કોરોના વાયરસ તબાહી મચાવી શકે
દિવસેને દિવસે કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશભરમાં દરરોજ 80 હજારથી વધુ મામલા સામે આવી રહ્યા છે. ધાર્મિક અને માંગલિક પ્રસંગો કરતાં પણ લોકો ડરી રહ્યા છે, તેવામાં સવાલ એ થાય છે કે શું ખરેખર આ વખતે નવરાત્રીનો મહોત્સવ ઉજવવો જોઈએ? કેમ કે જો ગરબા કરીએ તો સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવાનો નિયમ પાળવો મુશ્કેલ થઈ શકે છે.
આ વખતે સીએમ વિજય રૂપાણીએ રાજ્ય સરકાર દ્વારા આયોજિત નવરાત્રિ ઉત્સવની ઉજવણી તો રદ્દ કરી દીધી છે પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રી થવાના સંકેતો આપ્યા છે. નીતિન પટેલે સંકેતો આપતાં જણાવ્યું કે 200 લોકો સાથે રિઓપનની નવી ગાઈડલાઈન મુજબ ગરબાનું આયોજન થઈ શકે છે. ત્યારે જો ખેલૈયાઓને છૂટછાટ મળી જાય તો આગામી દિવસોમાં કેવી સ્થિતિ થશે તે ચિંતાજનક છે.
ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે કાઢેલા વરઘોડા બાદથી રાજકોટ સહિતના વિસ્તારોમાં કોરોનાનો કહેર વધી ગયો હતો, કેટલાય ભાજપી નેતાઓ અને કાર્યકરો કોરોનાના લપેટામાં આવી ગયા હતા. હવે શું બીજો મેળાવળો કરી કોરોનાને આમંત્રણ આપવું યોગ્ય છે? જો કે મોટાભાગના ગરબા આયોજકોએ આ વખતે પાર્ટી પ્લોટોમાં નવરાત્રિનું આયોજન કરવાનો ઈનકાર કર્યો છે.
દુનિયાનો એક દેશ જ્યાં પુરુષ અને મહિલાઓ માટે છે એક જ પોષાક, જાણો વધુ રસપ્રદ વાતો