For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દ્વારકાના ડેપ્યૂટી કલેક્ટર 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા!

દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા છે. ગાંધીનગર ACBએ છટકુ ગોઠવીને ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાને ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

|
Google Oneindia Gujarati News

દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા છે. ગાંધીનગર ACBએ છટકુ ગોઠવીને ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાને ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જાગૃત ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ કાર્યવાહી કરી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

Deputy collector of Dwarka

મળતી માહિતી અનુસાર, આરોપી ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાએ પાક રક્ષણ હથિયારાની પરમિશન આપવા માટે આ લાંચની માંગ કરી હતી. જિલ્લાના એક અરજદારને પાક રક્ષણ માટે હથિયારના લાયસન્સની જરૂરિયાત હોવાથી અરજી કરી હતી. આ અરજી બાદ ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાએ અરજદારને હથિયારના લાયસન્સના બદલામાં 3 લાખ માંગ્યા હતા. જાગૃત અરજદારે લાંચ ન આપવાના બદલે ગાંધીનગર એસીબીમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદ બાદ ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી કાર્યવાહી શરૂ કરી હતી. આ છટકામાં આરોપી ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા અરજદાર પાસેથી લાંચ લેતાં રંગેહાથ પકડાઈ ગયો હતો. હાલ એલસીબી આરોપીની અટકાયત કરી ગાંધીનગર લઈ ગઈ હોવાના સમાચાર છે.

મળતી વિગતો અનુસાર, લાંચ લેતા ઝડપાયા બાદ એસીબીએ આરોપી ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાના ઘરની પણ તલાશી લીધી હતી. જો કે ત્યાંથી કશું વાંધાજનક મળ્યું હોવાના સમાચાર નથી. અહીં ઉલ્લેખનિય છે કે, 3 લાખની લાંચ લેવાના ગુનામાં પકડાયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાનું આઠ મહિના પહેલાં જ સરકારે ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યું હતું.

English summary
Deputy collector of Dwarka caught red handed taking bribe of Rs 3 lakh!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X