Devbhumi Dwarka : ખંભાળીયામાં આભ ફાટવા જેવી સ્થિતી, 24 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ
Devbhumi Dwarka: ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ ખરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આભ ફાટવા જેવી સ્થિતી સર્જાઈ છે. આ સ્થિતી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લો પાણીમાં ગરકાવ થયો છે.
જણાવી દઈએ કે, દેવભૂમી દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ખંભાળીયા જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 18.16 ઈંચ વરસાદ નોંધાયો છે.

જિલ્લા કંટ્રોલ રૂમ અનુસાર,ખંભાળિયા તાલુકામાં 18.16 ઈંચ, ભાણવડ તાલુકામાં 10.72 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 10.40 ઈંચ અને દ્વારકા તાલુકામાં 10.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જણાવી દઈએ કે, હવામાન વિભાગે હજુ પણ આજ અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આદાહી કરી છે. આ વિસ્તારોને હજુ પણ આગામી દિવસથી વરસાદથી રાહત મળવાના કોઈ અહેવાલ નથી.












Click it and Unblock the Notifications
