DG કોન્ફર્ન્સ: મોદી ત્રણ દિવસ માટે બનશે ગુજરાતના મહેમાન

શુક્રવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં આયોજીત કરવામાં આવેલી ડીજીપી કોન્ફરન્સમાં હાજરી આપવા ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. નોંધનીય છે કે આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે. જો કે મુખ્યમંત્રી આનંદીબેન આ કોન્ફરન્સમાં હાજરી નહીં આપે પણ પ્રોટોકોલ મુજબ તેમણે ભુજ એરપોર્ટ ખાતે મોદીને આવકાર્યા હતા. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગૃહ પ્રધાન રાજનાથ સિંહ પણ આ પ્રસંગે હાજર રહેશે.

modi

નોંધનીય છે કે ઓલ ઇન્ડિયા ડીજીપી કોન્ફરન્સમાં ભારતભરના ડીજીપી કક્ષાના અધિકારીઓ તેમના પરિવાર સાથે કચ્છના સફેદ રણમાં આવેલ ધોરડો ખાતે આવી પહોંચ્યા છે. આ કોન્ફરન્સમાં દેશભરના 100થી વધુ ડીજીપી અને ટોચના ગુપ્તચર વિભાગના અમલદારો હાજર રહેશે. આ કોન્ફરન્સનું આયોજન ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે જો કે રાજ્ય સરકાર પણ ખડે પગે તમામ કામગીરીને પૂરી પાડવામાં વ્યસ્ત છે.

શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરવામાં આવશે. નોંધનીય છે કે સુરક્ષાના કારણોને જોતા અહીં પૂરતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. વધુમાં આ કોન્ફરન્સમાં સુરક્ષા અને વ્યવસ્થાના અનેક મુદ્દા, આતંકવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ પોલિસકર્મીઓ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં જ્યાં એક બાજુ વડાપ્રધાન કોન્ફરન્સમાં હાજરી આપશે ત્યાં જ પોલિસ અધિકારીઓ માટે યોજવામાં આવેલા યોગ સત્રમાં પણ હાજર રહેશે. જે બાદ 20મી બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત દિલ્હી જશે. નોંધનીય છે કે મોદીની આ મુલાકાત દરમિયાન તે ગાંધીનગર કે અમદાવાદ નહીં આવે ભુજમાં તેમના ઉતરાણ બાદ તે ભુજથી 20મી તારીખે દિલ્હી પરત ફરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X