જાણો તમારા ઉમેદવારને : વઢવાણથી ભાજપના ધનજીભાઈ પટેલ (મેકસન)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં વઢવાણની બેઠક ઉપર ના ઉમેદવારનું નામ જાહેર. ધનજીભાઈ પટેલ વઢવાણ બેઠક પરથી લડશે ચૂંટણી. ધનજીભાઈ પટેલ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તા 17 નવેમ્બરના રોજ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં વઢવાણની બેઠક પરથી ધનજીભાઈ પટેલને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. ધનજીભાઈ પટેલ વિષે થોડુ જાણીએ. આ સીટ ભાજપનું ગઢ ગણવામાં આવે છે. આ પહેલા 2012ની વિધાનસભા ચૂંટણી સમયે વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશીને આ સીટ પરથી ભાજપે તેમની પસંદગી કરી હતી અને તેઓ વિજયી થયા હતા. આ વર્ષે ભાજપે 'નો રિપીટ' નીતિ પ્રમાણે ધનજીભાઈ પટેલની પસંદગી કરી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પાટીદાર સમાજની સંખ્યા પણ પ્રમાણમાં વધારે હોવાથી તેને ધ્યાન રાખીને પણ ધનજીભાઈ પટેલની પસંદગી થઈ છે.

ધનજીભાઈ ખુબ જાણીતા ઉદ્યોગપતિ છે. ગુજરાતના જાણીતા મેકસન ગૃપના ચેરમેન તરીકે તે તેમની સેવાઓ આપી રહ્યા છે. 72 વર્ષના ધનજીભાઈ પટેલ લોલીપોપ અને ચોકલેટનો વેપાર છે. તેમની કંપની દેશ-વિદેશમાં વિવિધ પ્રકારની ચોકલેટ બનાવીને વેચાણ કરે છે.












Click it and Unblock the Notifications
