For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોલેરા SIR ફ્યૂચરિસ્ટીક સિટી આવનારા સમયમાં ભારતનું અતિ આધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ છે- CM ભૂપેન્દ્ર પટેલ

કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન-NICDC દ્વારા ગાંધીનગરમાં ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિતિ રહ્યાં હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન-NICDC દ્વારા ગાંધીનગરમાં ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિતિ રહ્યાં હતા.

CM Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ૯ર૦ સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું ઘોલેરા SIR ફયુચરિસ્ટીક સિટી ગુજરાત અને ભારતમાં આવનારા સમયનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ધોલેરા SIR ના વિકાસ માટે ગુજરાત સરકાર અને NICDC દ્વારા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની સ્પેશ્યલ પર્પઝ વ્હીકલની રચના કરવામાં આવી છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ કોન્ફરન્સમાં ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, NICDCના CEO અને એમ.ડી તથા ભારત સરકારના ખાસ સચિવ શ્રી અમ્રીતલાલ મીણા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત વિવિધ રાજ્યોના ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર્સ-ઇન્ડસ્ટ્રીયલ નોડ ના અધિકારીઓ, રોકાણકારો સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સદીઓથી વેપાર-વણજ માટે જાણીતું ગુજરાત હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં વાયબ્રન્ટ સમિટ અને સર્વગ્રાહી વિકાસની સફળતાને પરિણામે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બની ગયું છે. તેમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં જ્યારે વૈશ્વિક મંદીની વિપરીત અસર હતી તેવા સમયે પણ ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં ગુજરાત મહત્વનું પ્રદાન કરી રહ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ અને ઇન્વેસ્ટર ફ્રેન્ડલી સ્ટેટ પ્રસ્થાપિત થયું છે. એટલું જ નહિ ભારત સરકારના વિવિધ ઔદ્યોગિક માપદંડો ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, લોજિસ્ટીકસ પરફોર્મન્સ ઇન્ડેક્ષ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ, સ્ટાર્ટઅપ રેન્કીંગ વગેરેમાં ગુજરાત ઘણા વર્ષોથી ટોચનું સ્થાન ધરાવે છે.

ગુજરાતમાં આવા ૮ SIR આયોજિત છે તેમાંથી ધોલેરા, માંડલ, બેચરાજી અને PCPIR દહેજ વિકાસના સૌથી અદ્યતન તબક્કે છે અને દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરના પ્રભાવ ક્ષેત્રમાં પણ સમાવિષ્ટ છે.

ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી આવો જ એક અગ્રણી પ્રોજેક્ટ છે અને ત્યાં ઇન્ટરનેશનલ લેવલની-વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ વિકસાવાઇ રહિ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગુજરાતના નાગરિકો જન્માષ્ટમી પર્વના સવિશેષ અભિનંદન આપતા કહ્યું કે, દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તાજેતરમાં 'હર ઘર તિરંગા' અભિયાન દેશભરમાં સફળ રહ્યું પ્રત્યેક દેશવાસીઓએ તિરંગો લહેરાવી એક જૂથ બની સમગ્ર વિશ્વને દેશની એકતાનો સંદેશો આપ્યો છે જેની વિશ્વએ નોંધ લીધી છે એ સૌ દેશવાસીઓ માટે ગૌરવ સમાન છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વના દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વિકસિત દેશના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે અને દેશવાસીઓ સંકલ્પબદ્ધ બન્યા છે ત્યારે દુનિયાની કોઈ તાકાત ભારતને વિકસિત દેશ બનવામાં રોકી શકશે નહીં એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સેમિકન્ડક્ટર્સ પોલીસી જાહેર કરી છે એ દેશમાં કોઈ જગ્યાએ નથી. એટલું જ નહીં iT/iTES પોલિસીના માધ્યમ દ્વારા ગુજરાત આજે તેજ ગતિથી વિકાસ પામી રહ્યું છે.

English summary
Dholera SIR Futuristic City will become India's ultra-modern industrial hub- CM Bhupendra Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X