માંડવી મહિલા દુષ્કર્મ ઘટના મુદ્દે બાંભણિયાનો રોષ

Subscribe to Oneindia News

પાસ કોર કમીટી મેમ્બર દિનેશ બાંભણીયાએ જણાવ્યુ કે, 'ગાંધીનગર પોલીસ દ્વારા પાસ સમિતિને ઉપવાસ ઉપર બેસવાની પરમિશન ન આપતા હુ. દિનેશ બાંભણીયા અને મારા પત્ની પિન્ટુબેન અને મારો પુત્ર દ્રશ્ય કાલે 11 વાગ્યાથી માંડવી ગામે ઉપવાસ ઉપર બેસીશુ અને જ્યાં સુધી આ કેસની તપાસ લોકલ પોલિસ પાસેથી લઇને સ્પેશિયલ IG ઓફિસરને સોપવામા નહિ આવે ત્યાં સુધી ઉપવાસ ઉપર બેસીશુ. આ નિર્ણય પાસ સમિતિની સંમતિથી લેવામા આવ્યો છે. તા.30-12-2016 ના રોજ સવારે 11 વાગ્યાથી આ ઉપવાસમા માંડવી ગામ, પાસ તથા પાટીદાર સમાજના લોકો જોડાશે.'

dinesh bambhaniya

ઉલ્લેખનીય છે કે ભાવનગરના માંડવીમાં આધેડ વયની મહિલા પર દુષ્કર્મ કરાયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ મુદ્દે પાસ, આપ, એસપીજી, ઓએસએસએકતા મંચ દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી હતી કે જો વહેલામાં વહેલી તકે સાચા ગુનેગારોને પકડવામાં નહિ આવે તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે અનુસંધાનમાં ગાંધીનગર પોલિસ દ્વારા પાસ સમિતિને ઉપવાસ પર બેસવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

English summary
dinesh bambhaniya angry on mandvi rape murder case
Please Wait while comments are loading...