આધુનિક ભારતના દાનવીર ‘કર્ણ’ દીપચંદ ગાર્ડીનું નિધન

Posted By:
Subscribe to Oneindia News
dipchand-gardi
દેશભરમાં ભામાશા તરીકે જાણીતા બનેલા દીપચંદભાઇ ગાર્ડીનું સોમવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેમણે મુંબઇમાં અતિમ શ્વાસ લીધા હતા. 101 વર્ષના દીપચંદભાઇ છેલ્લા 20 દિવસથી મુંબઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના નિધનના સમાચારથી સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે. તેમના નિધન પર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પતા ટ્વિટર પર લખ્યું છે કે, સોસાયટીમાં તેમના દ્વારા જે મૉન્યુમેન્ટલ યોગદાન આપવામાં આવ્યુ છે, તેના કારણે તેઓ હંમેશા આપણને યાદ રહેશે. તેમના નિધનના સમાચારથી દુઃખ થયુ. પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે.

મૂળ વઢવાણના દાનવીર દીપચંદભાઇ ગાર્ડીએ પડધરીમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ભાવનગર, સુરેન્દ્રનગર, મુંબઇ ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે લંડનમાંથી બેરીસ્ટરની બહુમુખી પદવી પ્રાપ્ત કરી હતી. દીપચંદભાઇ ગાર્ડીએ આરોગ્ય, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે લાખો રૂપિયાનું દાન તેમના દ્વારા કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેમને ડી'લીટની પદવી એનાયત કરવામાં આવી હતી.

માત્ર ગુજરાતમાં જ નહીં દેશના આઠ રાજ્યોમાં ગાર્ડી ટ્રસ્ટની 500થી વધુ સંસ્થાઓ છે. આ સંસ્થાઓ શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે કામ કરી રહી છે. સુરેદ્રનગરના મૂળી સાથે દીપચંદભાઈનો લગાવ રહ્યો હતો. મૂળી સ્થિત સ્વામિનારાયણ મંદિરે તે અવારનવાર આવતા હતા. મૂળીમાં જ તેમના નામે ઘણી સંસ્થાઓ ચાલી રહી છે. નિધનના સમાચાર મળતાં મૂળીવાસીઓએ સ્વૈચ્છિક રીતે ચાર વાગ્યા સુધી બંધ પાળ્યો છે. 

English summary
Gujarat’s one of the prominent philanthropist Dipchand Gardi is no more.Modi expresses grief and sorrow.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.