For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓ સુધી પહોંચ્યો: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પાટણ જિલ્લાના બે દિવસના પ્રવાસે હતા. આજ રોજ બીજા દિવસના પ્રવાસે પિયુષ ગોયલે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પાટણ જિલ્લાના બે દિવસના પ્રવાસે હતા. આજ રોજ બીજા દિવસના પ્રવાસે પિયુષ ગોયલે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. જિલ્લાના વિવિધ સ્થળો રાણકી વાવ, પટોળા હાઉસ, કાલિકા મંદિર અને ભદ્રાડા ગામની મુલાકાત લીધા બાદ પિયુષ ગોયલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

Piyush Goyal

કેન્દ્રીય કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ દેશમાં ઉદ્યોગ, ફૂડ, ગ્રાહક નિવારણ, ટેકસટાઇલ્સ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિતરણ વિભાગ સંભાળે છે. આ દરમ્યાન તેમણે પાટણ જિલ્લાના વિકાસની વિવિધ વિગતો મેળવી હતી. પિયુષ ગોયલે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી સરકારી યોજનાઓ થકી આવેલા પરિવર્તનથી અવગત થયાં હતાં.

મધમાખી પાલન યોજનાનાં લાભાર્થીની સાથે સંવાદ કરીને તેમણે સરકાર દ્વારા આ ઉદ્યોગમાં મળેલ વિવિધ લાભો વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા. તેઓએ પણ લાભાર્થીઓની સાથે સીધો સંવાદ કર્યો હતો.

કન્વેન્શન હોલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતુ કે, આજે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી દેશમાં લાખો કરોડો લાભ લઇ રહ્યાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આજે દેશભરમાં કરોડો ગરીબ લોકોના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આજે દરેક નાનાં ગામડા સુધી ગેસ કનેક્શન પહોંચ્યું છે.

કન્વેન્શન હોલમાં આયોજીત કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલની સાથે રાજય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત અનેક પદાધિકારીઓ તેમજ વિવિધ યોજનાનાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

English summary
Direct benefits of government schemes reach beneficiaries: Piyush Goyal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X