દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે!
બનાસકાંઠાના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવશે.
બનાસકાંઠાના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. ૧૫ મી ઓગષ્ટની ઉજવણીને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

દાંતિવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર આ કાર્યક્રમના સ્થળની સાફ- સફાઇ, ધ્વજવંદન સ્થળે બેઠક વ્યવસ્થા અને સુશોભન, પોલીસ પરેડ, પ્રોટોકોલ મુજબ આમંત્રિતોને બેસાડવાની વ્યવસ્થા, સરકારી કચેરીઓમાં સાફ- સફાઇ અને શણગાર તથા રંગરોગાન, વૃક્ષારોપણ, રમત- ગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામીગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન સહિતની આયોજનલક્ષી તૈયારી કરવામાં આવી હતી. ''હર ઘર તિરંગા અભિયાન’’ અંતર્ગત દાંતીવાડા તાલુકા અને જિલ્લાના દરેક ઘર, સરકારી કચેરી તથા દુકાનો પર તિરંગો લહેરાવવામાં આવે તેની વ્યવસ્થા સુનિશ્વિત કરવા કલેકટરે અધિકારીઓને સુચના આપી હતી. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ અને સ્ટાફને ફરજીયાત હાજર રહેવા પણ સુચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
