પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે!
પાટણ જિલ્લામાં જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે. જેમાં જિલ્લાના અરજદારોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નોનું સ્થળ પર નિવારણ કરવામાં આવશે.
પાટણ જિલ્લામાં જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે. જેમાં જિલ્લાના અરજદારોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નોનું સ્થળ પર નિવારણ કરવામાં આવશે.

આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે જિલ્લાવાસીઓને જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન કે રજૂઆત કરવા માંગતા હોય તો તેઓએ પોતાનો પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમ્યાન ૯ સપ્ટેમ્બર સુધી કલેક્ટર કચેરી, પાટણ ખાતે મળે તે રીતે બે નકલમાં મોકલી આપવાના રહેશે. અરજદારે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં હાજર રહેવાનું રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટ કેસો હોય તે બાબતના, ન્યાયિક કે અર્ઘ ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાનાં રહેશે નહિ. પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્નો વિચારણામાં લેવામાં આવશે નહિ તથા એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજદારે અરજીના મથાળે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી દર્શાવવાનું રહેશે.

Click it and Unblock the Notifications