Diwali 2025 : ગુજરાતમાં વરસાદ દિવાળી બગાડશે? જાણો હવામાન વિભાગની આગાહી
Diwali 2025 : નવરાત્રીની મજા બગાડ્યા બાદ ફરી એકવાર વરસાદ દિવાળીના તહેવારની ખુશી પર પણ પાણી ફેરવી શકે છે. ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે છતાં ભારતીય હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે.
લેટેસ્ટ આગાહી અનુસાર, દિવાળીના તહેવારોની શરૂઆત ધનતેરસ (18 ઑક્ટોબર)થી થઈ રહી છે તે દરમિયાન એટલે કે 16 થી 19 ઑક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના બુલેટિન મુજબ, 15 ઑક્ટોબર સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જો કે, 16 ઑક્ટોબરથી પરિસ્થિતિ બદલાઈ શકે છે:
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે.
17 થી 19 ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે.
આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી યથાવત્ છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
ધનતેરસ, કાળી ચૌદસ અને લક્ષ્મી પૂજન જેવા મહત્ત્વના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના તહેવારી માહોલમાં વરસાદ વિઘ્ન લાવી શકે છે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
