શું હાર્દિક પટેલ ના હોત તો ગુજરાતમાં કોંગ્રેસનું ભવિષ્ય બચત?

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તમામ તરફે ચર્ચાઓ ચાલી રહી છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો મનાય છે કે ગુજરાતમાં કોંગ્રેસને 50 થી 70 બેઠકો મળે તેવી સંભાવના છે. સાથે જ આ પોલમાં તેવું પણ જાણવા મળ્યું છે કે હાર્દિક પટેલ જેવા યુવા નેતાઓથી ભાજપને બેઠકો ગુમાવાનો વારો આવ્યો છે. જેમ પીએમ મોદી વગર ગુજરાતમાં ભાજપ જીત અશક્ય છે. તે જ રીતે તે પણ હકીકત એ પણ છે કે હાર્દિક પટેલ અને અન્ય બે યુવા નેતાઓ વગર કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં આટલું ઉજ્જવળ ભવિષ્ય ના હોત. આ ત્રણ નવા નેતાઓના આવવાથી એક રીતે કોંગ્રેસને ગુજરાતમાં નવ જીવન મળ્યું છે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. કદાચ આ ત્રણેય નેતા ના આવ્યા હતો અને આંદોલન ના થયા હોત તો કોંગ્રેસ 50 શું 30 પણ બેઠકો આ ચૂંટણીમાં માંડ મેળવી શકી હોત.

યુપી ચૂંટણી

યુપી ચૂંટણી

ગુજરાત અને ઉત્તર પ્રદેશની ચૂંટણી અલગ અલગ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ સિવાય સમાજવાદી પાર્ટી જેવી અન્ય પાર્ટી પણ સબળ છે. આ જ કારણે ઉત્તર પ્રદેશની ચૂંટણી ભાજપની ભલે વિજય થઇ હોય અને કોંગ્રેસ ભલે બધેથી ગયું હોય પણ તેની પાછળ કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીઓ પણ ત્યાં ભાજપ સિવાય લોકપ્રિય છે તે વાત મહત્વ રાખે છે. જો કે ગુજરાતમાં બે પાર્ટી છે એક ભાજપ અને બીજી કોંગ્રેસ.

કોંગ્રેસની ઇમેજ

કોંગ્રેસની ઇમેજ

ગુજરાત વિધાનસભામાં રાહુલ ગાંધી મંદિરે મંદિરે ફર્યા છે. અને કદાચ તેવું કહી શકાય ખરેખરમાં તેમની પ્રાર્થના ગુજરાતમાં રંગ લાવી રહી છે. કોંગ્રેસની ઇમેજ ગુજરાતમાં એક કૌભાંડી પાર્ટી તરીકે હતી. પણ આ ચૂંટણીમાં કોંગ્રેસના રાહુલ ગાંધીને પ્રસાદ રૂપે અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી અને ખાસ કરીને હાર્દિક પટેલ મળ્યા છે. તેમના સમર્થનથી કોંગ્રેસનું ઇમેજ મેકઓવર થયું છે. અને તેમાં રાહુલ ગાંધીના ચોટદાર પ્રશ્નો અને જનસભાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.

ભાજપનો વાંક

ભાજપનો વાંક

અહીં તે વાત પણ મહત્વની છે કે 22 વર્ષોથી સત્તામાં રહીને ભાજપ પણ ગુજરાતમાં નબળી પડી છે. તેનો વિકાસનો એવરગ્રીન મુદ્દો પણ નબળો પડ્યો છે જેનો લાભ હવે કોંગ્રેસે ખાઇ રહી છે. ભાજપને તે સમજવું જરૂર છે કે ચોક્કસથી તેને રસ્તા, હાઇવે, નહેરો, રિવરફ્રન્ટ જેવી સુવિધા લોકોને આપી હોય. પણ લોકોની જીવનથી જોડાયેલી વસ્તુ મોંધવારી, રોજગારી, ક્રાઇમ, પાણીના પ્રશ્નોએ તે પાછળ પડી છે.

ભાજપ

ભાજપ

તેમ છતાં ઉત્તર પ્રદેશની ચૂંટણી પછી જે પરિણામો આવ્યા છે તેની અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પર થઇ શકે છે તેની પૂરી સંભાવના છે. જીએસટી પછી યુપીની સ્થાનિક ચૂંટણી હજી પણ ભાજપ અને યોગી સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. તે જ રીતે સંભાવના છે કે આ તમામ પછી ભાજપને લઇને મતદાતાનો વિચાર બદલાય. આમ પણ પીએમ મોદી તો ગુજરાતમાં લોકોને તે જ દિલાસો આપે છે કે આ વખતે કેન્દ્ર અને ગુજરાત બન્નેમાં તમારી સરકાર હોવાનો લાભ છે.

ચૂંટણી આવે છે.

ચૂંટણી આવે છે.

ચોક્કસથી આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગળની અન્ય ચૂંટણી કરતા સંપૂર્ણ પણે અલગ છે. આગળની ચૂંટણીમાં ભાજપ તરફ લોકોનો આંધળો ઝુકાવ રહ્યો હતો. આ વખતે અનેક જગ્યાએ મતદાતા બેનર લખી પોતાના હકની વાત કરી છે. જેમ કે હાલમાં એક ગામમાં બેનર મૂકવામાં આવ્યું હતું કે ગામમાં શાળા નહીં બનાવનારને ગ્રામમાં મત માટે આવવું નહીં. લોકો આ ચૂંટણીમાં પોતાના મત અધિકાર અને પોતાના હકોને લઇને સજાગ થયા છે. જે ગુજરાતના ચૂંટણીની સૌથી સારી વાત મારા મતે છે. આવો ડર નેતાઓ પર હોવા જરૂરી છે કામ નહીં કરો તો જનતા જનાર્ધન છે તે વાત જ કોઇ પણ લોકશાહી સરકાર માટે પાયારૂપ છે.

English summary
Do you think Congress will survive in Gujarat elections without Hardik Patel and other two young leaders? Read here analytical article on it

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.