કોંગ્રેસને મત આપીને તમારો મત ખરાબ ન કરો, આમ આદમી પાર્ટીને આપો-કેજરીવાલ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ દિવસે દિવસે જામી રહ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે તો બીજી તરફ બીજેપી કોઈપણ ભોગે સત્તા બચાવવા મેદાને છે.

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ દિવસે દિવસે જામી રહ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે તો બીજી તરફ બીજેપી કોઈપણ ભોગે સત્તા બચાવવા મેદાને છે. આ સિવાય કોંગ્રેસે પણ હવે રહેતા રહેતા તેના નેતાઓને ગુજરાતમાં ઉતાર્યા છે. આ તમામ ઘટના વચ્ચે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.

arvind kejriwal

કોંગ્રેસ પર પ્રહારો કરતા અરવિંદ કેજરીવાલે કહી રહ્યા છે કે, ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ પાર્ટીને માત્ર 4-5 બેઠકો જ મળશે. આ સાથે તેમણે કોંગ્રેસના મુખ્ય મતદારોને અપીલ કરી હતી કે, આ સ્થિતિમાં કોંગ્રેસ પક્ષને મત આપીને તમારો મત બગાડો નહીં, તમારો કિંમતી મત આમ આદમી પાર્ટીને આપો.

મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે બીજેપી પર પણ પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષના કુશાસનથી લોકો કંટાળી ગયા છે. કેજરીવાલે દાવો કર્યો કે રાજ્યમાં બે પ્રકારના મતદારો છે, એક ભાજપથી નફરત કર છે અને તેને મત આપવા માંગતા નથી, બીજા 27 વર્ષના કુશાસનથી નિરાશ છે પરંતુ કોંગ્રેસથી તેના કરતા વધુ નફરત કરે છે અને તેના કારણે બીજેપીને મત આપતા હતા. હવે આ તમામ લોકો આમ આદમી પાર્ટીને મત આપશે.

અહીં કેજરીવાલે દાવો કરતા કહ્યું કે, તેમનો સીધો મુકાબલો બીજેપી સાથે છે. તેમણે અપીલ કરી કે તમારો મત કોંગ્રેસને આપીને બરબાદ ન કરો અને આમ આદમી પાર્ટીને આપો. અહીં તેમણે મોટો દાવો કરતા કહ્યું કે, કોંગ્રેસની મતની ટકાવારી 13 ટકા કરતા પણ નીચે જતી રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ પોતાના 178 ઉમેદવારો અને મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X