For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગિફટ સિટીમાં દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર ભાગીદાર બનશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 ઓગસ્ટ : ગુજરાતના નાણા મંત્રી સૌરભ પટેલની તાજેતરની દુબઇ મુલાકાત સફળ રહી છે તેવા સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર અને દુબઈ મલ્ટિ કોમોડિટી સેન્ટર જેવી નાણાકીય સંસ્થાઓને ગાંધીનગર નજીક વિકસી રહેલા ગિફટસિટી પ્રોજેક્ટમાં ભાગીદારી કરવામાં રસ છે.

દુબઇ સ્થિત દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર અને દુબઈ મલ્ટિ કોમોડિટી સેન્ટર આગામી મહિનાઓમાં ગિફટ સિટી સાથે કરાર કરવાની દિશામાં આગળ વધશે તેની શક્યતા છે.

gc

ગુજરાતના નાણાપ્રધાન સૌરભ પટેલ, ગિફટસિટીના ચેરમેન સુધીર માંકડ અને એમ ડી આર કે ઝાની આગેવાની હેઠળ એક ડેલિગેશન સાથે તાજેતરમાં દુબઈ ગયા હતા. આ ડેલિનેશને ફાઇનાન્સ તથા અગ્રણી કંપનીઓ સાથે વિવિધ બેઠકો યોજીને ગિફટસિટીના માર્કેટિંગ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

દુબઈ મુલાકાત અંગે રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ ડેલિગેશનની મુલાકાતની સફળતા જ કહી શકાય કે દુબઈની અગ્રણી ફાઇનાન્સ કંપનીઓએ ગિફટસિટીના પ્રોજેક્ટરમાં રસ દાખવ્યો છે. દુબઈની કંપનીઓએ ગિફટ સિટીને ફાઇનાન્શિયલ હબ તરીકે વિકસાવવાના પ્રયાસોમાં ભાગદાર બનવા ઉત્સુકતા દાખવી છે. તે અંગેના કરાર પણ કરવામાં આવશે.

ડેલિગેશને દુબઈના ઉદ્યોગપતિઓને જાન્યુઆરી 2015માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પણ પાઠવ્યું છે. આ ડેલિગેશનમાં રાજ્યના નાણાવિભાગના અધિક સચિવ તથા ગિફટસિટીના વાઇસ પ્રેસિડન્ટ દીપેશ શાહે દુબઈ સ્થિત ફાઇનાન્સ, મેટ્રો, રોડ ટ્રાન્સપોર્ટ વિભાગોના વડાઓ સાથે મુલાકાત કરી હતી.

English summary
Dubai International Finance Centre interested in partnership of GIFT City.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X