• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સહકર્મી શિક્ષિકાના ત્રાસને પગલે શિક્ષક યુવકે ટ્રેન નીચે પડ્તું મૂકીને કર્યો આપઘાત

By Lekhaka
|

અમદાવાદના વસ્ત્રાલના ઓમ એફોર્ડેબલ ફ્લેટમાં રહેતા અને યુનાઇટેડ સ્કુલમાં શિક્ષક તરીકે કામ કરતા મયુર પારેખ નામના 35 વર્ષીય યુવકે શનિવારે બપોરે મણિનગર રેલવે સ્ટેશન ખાતે ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં તેના મોબાઇલ ફોન પરથી તેના પરિવારજનોને સ્થાનિક લોકોએ જાણ કરતા તેની પત્ની પ્રિતિ અને અન્ય પરિવારજનો દોડી આવ્યા હતા અને તપાસ મયુરનો મૃતદેહ જોઇ ભાંગી પડ્યા હતા. પણ આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થયુ નહોતું. જો કે બપોરના સમયે ઘરમાંથી ત્રણ પેઇજની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જે મયુર દ્વારા લખવામાં આવી હતી. સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું કે તેની સ્કુલમાં કામ કરતી જયશ્રી નામની શિક્ષીકાએ તેને ખોટી રીતે એક કેસમાં ફસાવ્યો હતો અને સતત બ્લેક મેઇલ કરવામાં આવતો હતો. જેથી આત્મહત્યા કરવા સિવાયનો કોઇ રસ્તો નથી.

ahmedabad suicide

જયશ્રીનો પતિ પણ મયુરને સતત ધમકી આપતો હતો કે જો તુ જાતે નહી મરે તો હુ તને એસિડ કે પેટ્રોલ છાંટીને મારી નાખીશ. આ પ્રકારના મેસેજ પણ કરવામાં આવતા હતા. જેથી હવે હુ જાતે મારી જાતને ખતમ કરી રહ્યો છે. મયુરે તેની સ્યુસાઇડ નોટમાં તેની પત્ની અને બાળકોની માફી પણ માંગી હતી અને માંગણી કરી હતી કે જયશ્રી અને તેના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ચિઠ્ઠી મળતા મયુરના પરિવારજનોએ મણિનગર પોલીસને જાણ કરી હતી. જો કે મયુરની આત્મહત્યાના ગણતરીના મિનિટોમાં જ જયશ્રી અને તેનો પતિ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે જયશ્રી વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મૃતક શિક્ષકની સ્યૂસાઇડ નોટ તેના ઘરના કબાટમાંથી મળી આવી હતી. જેમાં આ પ્રમાણેનું લખાણ હતું 'શક્ય હોય તો તું બીજી જિંદગી શરૂ કરજે અને વાણીને મારા તરફથી પણ ખૂબ પ્રેમ કરજે’

મારી પ્રિય કામિની. હું આ દુનિયા છોડીને જઉં છુ. હું જવા માંગતો નથી પણ મને સ્કૂલમાંથી ખોટી રીતે જયશ્રી નામની મેડમે ભરાવ્યો છે. હવે આગળ કાંઈ જ સુજતું નથી. માટે દુનિયા છોડવા જઈ રહ્યો છું. વાણીને ખૂબજ ભણાવજે, સારી રીતે રાખજે, ખૂબજ ધ્યાન રાખજે મને વાણી ખૂબજ ગમે છે. મારા ગયા પછી પણ હું એની જોડે જ રહીશ માટે ચિંતા ના કરતી. મેડમના હસબન્ડ એ મને ધમકી આપી છે કે, સ્કૂલ છોડી દે અથવા તો તો તારું ઘર ભંગાવી નાખીશ. સૌ પ્રથમ પેલી મેડમે જ મને જાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ મારા ઉપર ખોટા ખોટા આરોપો મૂક્યા છે. મને એના હસબન્ડ એવું કહે છે કે, પોલીસ કેસ કરી અને તારી લાઈફ બરબાદ કરી નાખીશ. આગળ કંઈજ સુજતું નથી. હું મારી દુનિયામાં ખૂબજ ખુશ હતો. અને ખુશ રહેવા માંગતો હતો. પણ ન જાણે કેમ કુદરતને મંજૂર નહીં હોય તો આવું થશે. મારી વાણી ખૂબ ખબૂ પ્રેમ કરું છું. અને કરતો રહીશ. હરેશને કહેજે તેને સાંચવે, કેમ કે તે મામા છે. કામિની આપડે બન્નેએ સાથે જે વર્ષો વિતાવ્યા એ મને ખૂબજ યાદ આવે છે. જાણે અજાણે તને દુ:ખ લગાડ્યું હોય તો મને માફ કરી દે જે. I Love you kamu. miss u so much. હું તને અને વાણીને ખૂબજ પ્રેમ કરુ છું. પણ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, મને ફસાવ્યો છે. વાણીનું સુકન્યા A/C ચાલુ રાખજે અને સારામાં સારી સ્કૂલમાં ભણાવજે. મારા પપ્પાને પણ મારી મમ્મીને ભાઈ અર્પિતને મારી યાદ આપજે.

આ પત્ર વાંચ્યા પછી કામિની તારા ઘરે ફોન કરી દે જે. ત્યાં સુધી આ દુનિયામાં નઈ હોવ. નિરાશ ના થતી. ok, I Love you Kamu. હું તને ખૂબજ પ્રેમ કરું છું. વાણીને પણ બની શકે તો નવી લાઈફ શરૂ કરી દેજે. હિંમત ના હારતી આ જન્મમાં સારી રીતે તારો લાઈફ પાર્ટનર ના બની શક્યો. Sorry. મારા ઘણા બધા સપનાઓ હતા. બધા જ જયશ્રી નામની મેડમે ભરાવીને તોડી નાંખ્યા. હું વારંવાર ના પાડતો હોવા છતાં પણ એ કોલ કરતી મેસેજ કરતી હતી. અને હવે મને ખોટી રીતે ભરાવ્યો છે. મારી સુંદર લાઈફ બગાડી છે. એના હસબન્ડે ધમકી આપી છે તું નઈ મરે તો તને મારી નાખીશ. માટે હું આ પગલું ભરવા જઈ રહ્યો છું. આ J madam હતી ખૂબ જ ચાલુ છે. ખોટી ખોટી રીતે મને ભરાવ્યો છે. કાલે રાત્રે એના હસબન્ડનો કોલ આવ્યો તો એવું કીધું તું કે મરવું હોય તો પેટ્રોલ અને એસડી આપું. મેં કીધું સારું એવું રેકોર્ડિંગ પણ કરેલું છે. મારા ગયા પછી એના ઉપર કાનૂની કાર્યવાહી કરવી. એટલે એને ખબર પડે કે મારા જેવા લોકોને ભરાવે છે પ્રેમ અને સેક્સની જાળમાં તો કેવું થાપ છે. આપણા ફ્લેટના વીડિયો રેકોર્ડ પણ ચેક કરજો. બપોરે ૨ પછી ૧ માર્ચથી ૩૧ માર્ચ. એ નાલાયક મેડમ પોતાની HAWASને પૂરી કરવા મારો ઉપયોગ કરવા માંગતી હતી. પણ મે એવું કંઈજ થવા દીધું નથી. કેમ કે હું ભગવાન ઉપર ખૂબ જ ભરોસો રાખું છું. મારા માતાજી ચામુંડા માંની આ જ ઈચ્છા હશે કે વધારે ના જીવું. આ દુનિયામાં એવું જ મંજૂર રાખી આ પગલું ભરું છું.

લી. પારેખ મયૂર આઈ.

હું રેલવે ફાટક પર જઈ રહ્યો છું. મણીનગર ત્યાંથી બોડી મળશે.

English summary
Due to coworker harassment teacher committed suicide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more