Railway: રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને થશે અસર, જાણો સંપૂર્ણ વિગત
Western Railway: રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે, રાજકોટ ડિવિઝનમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકના કામના કારણે 23 ઓગસ્ટ, 2025 સુધી ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે.

ભાવનગર રેલવે મંડળની પ્રભાવિત થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નં. 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 20.08.2025થી 22.08.2025 સુધી રદ રહેશે.
- ટ્રેન નં. 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 20.08.2025થી 22.08.2025 સુધી રદ રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નં. 59205 કાનાલુસ-પોરબંદર લોકલ તાત્કાલિક અસરથી 22.08.2025 સુધી કાનાલુસ-લાલપુર જામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નં. 59206 પોરબંદર-કાનાલુસ લોકલ તાત્કાલિક અસરથી 22.08.2025 સુધી લાલપુર જામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનોનું સ્ટોપેજ રદ થવું
- ટ્રેન નં. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 23.08.2025 સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઉભી રહે.
- ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 22.08.2025 સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઉભી રહે.
Railway News: રેલવે તંત્ર મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.












Click it and Unblock the Notifications
