• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની મુલાકાતે પીએમ મોદી, રાજ્યને 1448 કરોડની આપી ભેટ

ગુજરાતના પનોતા પુત્ર અને દેશને આત્મનિર્ભર ભારતની દિશા આપનાર પીએમ મોદી આજે ગુજરાતના 3 દિવસની મુલાકાતે છે. પીએણ મોદીએ આજે આમોદ, આંણદ અને છારોડી પછી જામનગર ખાતે આશરે રૂ. 1448 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્
|
Google Oneindia Gujarati News

ગુજરાતના પનોતા પુત્ર અને દેશને આત્મનિર્ભર ભારતની દિશા આપનાર પીએમ મોદી આજે ગુજરાતના 3 દિવસની મુલાકાતે છે. પીએણ મોદીએ આજે આમોદ, આંણદ અને છારોડી પછી જામનગર ખાતે આશરે રૂ. 1448 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી વિકાસના કાર્યોની ભેટ આપી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પીએમ મોદીને તાંબાની કોતરણી વાળો ગરબો, બાંઘણીનો ખેસ ઓઢાળી ઉમળકા ભેર સ્વાગત કર્યુ હતુ. આ કાર્યક્રમમાં સાંસદ પુનમ માડમે જામનગરની પ્રખ્યાત બાંઘણી અને દ્વારકાઘીશ ભગવાનની ફોટો ફ્રેમ ભેટ આપી ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યુ. ધારાસભ્ય આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શંખ અને ચાંદીની તલવાર વડે પીએમ મોદીનુ સ્વાગત કર્યુ હતુ.

આ કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, ભરૂચ થી જામનગર સુઘી ગુજરાતની સમૃદ્ધીને ગુજરાતના વિકાસને વિસ્તાર આપવાનો આ અનુભવ અદૂભૂત હતો. આજે અંહી 8 પ્રોજકેટનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે જેનાથી પાણી, વિજળી, કનેકટીવીટીથી જોડાયેલા પ્રજેકટોનો લાભ મળશે. કોરોના પછી આ વખતે ગુજરાતના ખૂણે ખૂણે નવરાત્રીનો આનંદ હતો. જામનગરે પણ ભવ્યતીભવ્ય દિવા આરતી ઉજવી. બે દશક પહેલા આ જ સમયગાળો હતો કે જામનગર, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત આખા ગુજરાતને ભૂકંપે રગદોળ્યુ હતું. ભૂકંપની એ ત્રાસ્દીએ એટલી નિરાશા લોકોમાં બેસી ગઇ અને લોકો માનતા હતા કે હવે ગુજરાત બેઠુ નહી થાય પરંતુ ગુજરાતની ખમીરવંતી પ્રજા છે જેમણે નિરાશાને ખંખેરી ગુજરાતને દોડતું કર્યુ અને આજે દેશને ગતી આપી રહ્યુ છે. જે કચ્છ મોતની ચાદર ઓઢી સુતુ હતું તે જ કચ્છના વિકાસને તેમજ કચ્છના કુદરતી વાતાવરણને નિહાળવા આજે લોકો આવે છે.

યુક્રેનમાં ભારતના હજારો વિદ્યાર્થીઓ ફસાયા હતા. વિદ્યાર્થીઓને ભારત પાછા લાવવાની જવાબદારી હતી. પોલેન્ડ સરકારે જે મદદ કરી તેનું કારણ શ્રી દિગ્વિજય સિંહના દયાળુ સ્વભાવની મૂડી હતી. જામનગર ક્રિકેટની દુનિયામાં ભારતનો તિરંગો આગળ રાખે છે. જામનગર અને સૌરાષ્ટ્રના ખિલાડીઓએ ક્રિકેટની રમતમાં બહુ મોટુ નામ કર્યુ છે. વિકાસના પાંચ સંકલ્પથી ગુજરાતે વિકાસનો પાયો મજબૂત કર્યો છે. આ પાંચ સંકલ્પમાં પહેલો સંકલ્પ જનશક્તિ, જ્ઞાન શક્તિ, જલશક્તિ, ઉર્જા શક્તિ અને રક્ષા શક્તિના સ્તંભ પર ગુજરાતની ભવ્ય ઇમારત નવી ઉંચાઇ સિદ્ધ કરી રહી છે.

ગુજરાતના યુવાનો ભાગ્યશાળી છે કે તેમના વડિલોએ જે મુશીબત વેઠી છે તેવી મુશીબતો તેમના નસીબમા આવવા નથી દીધી. 25 વર્ષ પહેલા અંહી ખેતરમાં પાણી માટે વલખા મારવા પડતા હતા અને આજે સ્થિતિ બદલાઇ છે. પહેલા કાચી માટીના રોડની માંગણી ધારાસભ્ય કરતા પરંતુ આજે ઘારાસભ્ય પેવર રોડની તેમજ ફોર લેનની માંગણી કરે છે. પહેલા હેન્ડ પંપ મંજૂર કરવાની માંગણીઓ આવતી અને આજે સૌની યોજનાથી મા નર્મદા સમગ્ર ગુજરાતની પરિક્રમા કરે છે. એક જમાનો હતો કે આપણે માં નર્મદાની પરિક્રમા કરી પુણ્ય કમાતા આજે માતા આપણા પર રાજી થઇ છે અને ગુજરાતને ખૂણે ખૂણે પરિક્રમા કરી આશિર્વાદ આપે છે. આજે સૌની યોજનાથી જળાશયો ભરાઇ રહ્યા છે. આજે ગુજરાતમાં 100% પાઇપથી પાણી પહોંચાડવાનું કામ આપણી સરકાર કરી રહી છે.

કોરોના કાળમાં આપણી સરકારે કોઇ ગરીબના ઘરે ચૂલો ન સળગે તેવી સ્થિતિ ન સર્જાય તે માટે ફ્રીમાં 80 કરોડ લોકોને રાશન પહોંચાડ્યુ છે. પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ડિસેમ્બર સુધી ચાલશે. ગામડાની ભાષામાં આજે જામનગર પચરંગી બન્યું છે અને શહેરી ભાષામાં કોસ્મોપોલીટીન બન્યું છે. દેશના 35% ક્રુડ ઓઇલ જામનગરની ધરતી પર રિફાઇન થતું હોય છે. જામનગરના ઔધોગીક વિકાસ અને ઉત્તમ કનેક્ટીવીટી માટે નરેન્દ્ર અને ભુપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર કામે લાગી છે. જામનગરે આજે વૈશ્વીક સ્તરે ઓળખ ઉભી કરી છે. જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશનનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન આપણા જામનગરમાં થયું છે. આજે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય યુનિવર્સિટીનું સ્થાન મળ્યું છે. જામનગર છોટી કાશી તરીકે તો ઓળખાય જ છે પરંતુ સૌભાગ્ય નગરી તરીકે પણ ઓળખાય છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, આખી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ઉથલ પાથલ મચી છે પરંતુ ભારત સ્થિતિ-નીતી તેમજ મક્કમતાથી આગળ વધી રહ્યુ છે. વર્ષ 2014 પહેલા ભારત દુનિયાની અર્થ વ્યવસ્થામાં 10માં નંબરે હતું, અને આજે 5માં નંબરે પહોંચ્યા છીએ. ગુજરાતમાં રોજગારી વધશે ગુજરાતના યુવાનો નવી ઔઘોગીક નીતીનો અભ્યાસ કરે અને તેનો લાભ ઉઠાવે. બેટ દ્વારાકના સમુદ્રના પટ પર જેમણે ગેરકાયદેસર બાંઘકામ કર્યુ તે ગેરકાયદેસર બાંઘકામ રાજય સરકારે દૂર કર્યુ.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, છોટી કાશી એવા જામનગરને આજે વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ આજે વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે મળી. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાતમાં પાણીની વ્યવસ્થા પુરી પાડી. આજના વિવિધ વિકાસલક્ષી કાર્યમાં પાણી પહોંચાડવાની યોજનાના કામનું લોકાર્પણ થવાનું છે જેના કારણે સિંચાઇ તથા 2 લાખ લોકોને પાણીનો ફાયદો મળશે. પાણી અને વિજળી પુરતી મળે તો ગુજરાતની વિકાસ યાત્રાને કોઇ રોકી શકે નહી. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં જળશક્તિ, રક્ષાશક્તિ, ઉજાશક્તિ, જ્ઞાનશક્તિ અને જનશક્તિ આ શક્તિઓના પંચામૃતથી ગુજરાત આજે વૈશ્વીક વિકાસનું મોડલ બન્યું છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનથી રિન્યુએબલ ઉર્જાની દિશામાં આગળ વધી રહ્યા છે. ગુજરાત આજે ડબલ એન્જિનની સરકારથી બમણી સ્પીડ અને સ્કેલથી વિકાસમાં આગળ વઘી રહ્યુ છે. ગુજરાતના વિકાસને લઇ દરેક પ્રશ્નોને હવે કેન્દ્ર સરકાર તરફથી ઝડપથી પ્રતિસાદ મળે છે જેથી મોસાળમાં જમણ અને માં પિરસનાર જેવો ઘાટ છે.

નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજય સરકારના મંત્રીઓ રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, બ્રિજેશભાઇ મેરજા, વિનોદભાઇ મોરડીયા, સાંસદ પુનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી.ફળદુ, પ્રદિપસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મસિંહ ભાઇ અનિયારા, સંગઠનના પદાધિકારીઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
During his visit to Gujarat, PM Modi gave a gift of 1448 crores to the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X