દ્વારકાધીશના ચરણોમાં મુંબઇના ભક્તે દાન કર્યો, 22 લાખનો સોનાનો મુગટ
ગુજરાતના દ્વારકા ખાતે આવેલ સુપ્રસિદ્ધ દ્વારકાધીશના મંદિરમાં અવારનવાર હરિભક્તો યથા શક્તિ દાન કરતા હોય છે. ત્યારે આવામાં મુંબઇના જાણીતા સોની વેપાર અને ભગવાન દ્વારકાધીશના ભક્ત તેવા જયેશ રતિલાલ ઘોકીયાએ દ્વારકાધીશ જગતમંદિરમાં સોનાનો મુયર જેવી ડિઝાઇન વાળો 22 લાખ રૂપિયાનો સોના અને હિરાજડિત મુગટ અપર્ણ કર્યો છે. આ સોનાનો મુગટ પોણા કિલો સોનામાંથી બનાવવામાં આવ્યું છે. અને તેની પર સુંદર કોતરણી કરી હિરા અને મણિ જડિત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ પહેલા પણ આ સોની પરિવારે શિખર ઉપર નૂતન ધ્વજારોહણ અપર્ણ કરી હતી. જો કે ગુજરાતના મંદિરોમાં અનેક વાર આવા મોટા દાન કરવામાં આવે છે. ત્યારે ગત એક વર્ષમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં કરવામાં આવેલ મોટા સોનાના દાન પર એક નજર કરો....

મુયર મુગટ
મુંબઇના હરિભક્ત જયેશ રતિલાલ ઘોકીયાએ દ્વારકાધીશની ચરણો જે મુયર મુગટ અર્પિત કર્યો છે આવો દેખાય છે. પોણા કિલો સોનામાંથી બનાવેલો અને 22 લાખની કિંમતવાળો આ મુગટ પર સાચા હિરો અને લાલ મણિ મૂકવામાં આવ્યા છે.

અંબાજી મંદિરમાં 82 કિલો સોનાનું દાન
ગુજરાતના જાણીતા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પણ ગત જુલાઇ મહિનામાં એક શ્રદ્ધાળુ દ્વારા 82 કિલો જેટલું સોનુ અર્પણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે અંબાજી ખાતે અવારનવાર આવા સોનાના મોટા મોટા દાન કરવામાં આવે છે. અને આ જ કારણે અંબાજીનું મંદિર ગુજરાતના ધનાઢ્ય મંદિરોમાં આવે છે.

સોમનાથ મંદિરમાં 108 કિલોના સોનાનું દાન
તો ગત મે મહિનામાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિર સોમનાથમાં મુંબઇના એક ભક્તે કુલ 108 કિલો સોનું સોમનાથ દાદાની ચરણોમાં ચઢાવ્યું હતું. આ સોનાથી સોમનાથ મંદિરનો ગર્ભગૃહ સોનાથી જડિત કરવામાં આવ્યો હતો.

સોમાનાથદાદાનું બધું જ સોનાનું
એટલું જ નહીં સોમનાથ દાદાના સમગ્ર ગર્ભગૃહ સમેત, ગર્ભગૃહના દ્વારને પણ આ 108 કિલો સોનાના દાનથી સુવર્ણ જડિત કરવામાં આવ્યા હતા. અને સોમનાથ મહાદેવની મંદિર જૂની પ્રતિભાને તાજી કરવામાં આવી હતી.

સોનાનું દાન
સોમનાથ ખાતે આ 108 કિલોના દાનમાં મુંબઇના આ પરિવાર દ્વારા જે પહેલું દાન કરવામાં આવ્યું તેનાથી ગર્ભગૃહ, થાળ, ભગવાનનો નાગ અને દિવાલોને સ્વર્ણ જડિત કરવામાં આવી હતી.બીજા ચરણમાં સોમનાથ મંદિરના ધ્વજનો દંડ, ભગવાનનું ડમરું, ત્રિશુળ અને શિખરને સોનાથી જડવામાં આવ્યું હતું. અને ત્રીજા ચરણમાં શિવજીનો મુકટ, તેમના ધરેણાં, અન્ય દિવાલો, સ્તંભ અને મંદિરના દરવાજાને સોનાનો બનાવવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
