Kutch News: કચ્છના ખાવડા નજીક 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, કોઈ નુકસાન નહીં
Kutch News: કચ્છ જિલ્લામાં સમયાંતરે ભૂકંપના આંચકા આવતા રહે છે, ત્યારે ગઈ કાલે રાત્રે ફરી એકવાર ધરતી ધ્રુજી ઉઠી હતી. કચ્છના ખાવડા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો.

કચ્છના ખાવડા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો
ભૂકંપના આ આંચકાની તીવ્રતા 3.3 મેગ્નિટ્યુડ નોંધાઈ છે, જે સિસ્મોગ્રાફ પર હળવા કેટેગરીનો ગણાય છે. જોકે, રાત્રિના સમયે આ આંચકો આવતા લોકો જાગી ગયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ, આ ભૂકંપનો આંચકો રાત્રે 1 વાગ્યે અને 46 મિનિટે નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ એવા વિસ્તારમાં નોંધાયું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત-પાકિસ્તાન સરહદ નજીક નોંધાયું હોવાનું સામે આવ્યું છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત-પાકિસ્તાન સરહદ નજીક નોંધાયું
જોકે આ ભૂકંપની 3.3ની તીવ્રતાને કારણે, કોઈ જાનહાનિ કે મિલકતના નુકસાનના અહેવાલ નથી. પરંતુ સરહદી વિસ્તારમાં આવેલા આ ભૂકંપે ફરી એકવાર કચ્છની સંવેદનશીલ ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિને ધ્યાન પર લાવી દીધી છે. હાલમાં સુરક્ષા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Earthquake in Kutch: થોડા સમય પહેલા પણ કચ્છ જિલ્લામાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભચાઉથી 12 કિલોમીટર દૂર બપોરે 12:41 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ પહેલા ધોળાવીરાથી 24 કિલોમીટર દૂર સવારે 6:41 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. સિસ્મિક ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં આવા નાના-મોટા ભૂકંપની શ્રેણી ચાલુ છે. જોકે,આ બે ભૂકંપથી કોઈ જાનહાનિ થઈ નથી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરે આ માહિતી આપી હતી. કચ્છમાં આવા નાના અને મધ્યમ કદના ભૂકંપ સામાન્ય છે. જ્યારે આ આંચકાઓ કોઈ નુકસાન પહોંચાડતા નથી, પરંતુ લોકોમાં ચિંતાનું વાતાવરણ ઉભું કરે છે. સિસ્મોલોજીકલ વિભાગ આ પ્રદેશ પર સતત નજર રાખી રહ્યું છે.












Click it and Unblock the Notifications
