ચૂંટણી પંચે કોંગ્રેસને બલ્ક SMS મુદ્દે સ્પષ્ટતા કરવા જણાવ્યું

ec-logo
ગાંધીનગર, 19 નવેમ્બર : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે પ્રચારમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ ગયો છે. દસેક દિવસ પહેલા કોંગ્રેસે કરેલા બલ્ક SMS અંગે ભાજપ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરાઇ હતી. જેથી ખર્ચ અંગેની માહિતી મેળવવા ચૂંટણી પંચે નોડલ ઓફિસરને તપાસ કરી રિપોર્ટ કરવા સૂચના આપી હતી.

આ બાબાતની તપાસ કરી રહેલા અધિકારીનું કહેવું છે કે જવાબદાર વ્યક્તિની પૂછપરછ કરી કેટલો ખર્ચ થયો અને કેટલા SMS કર્યા તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. દસેક દિવસ અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રચાર માટે બલ્ક SMS કરવામાં આવ્યા હતા. આ અંગેની ફરિયાદ ભાજપ દ્વારા ચૂંટણી પંચને કરાઇ હતી.

રાજ્યના ચૂંટણી પંચે મુખ્ય નોડલ ઓફિસર મનોજ અગ્રવાલને આ અંગેની તપાસ કરી રિપોર્ટ કરવા કહ્યું હતુ. મનોજ અગ્રવાલે આ ઘટનાની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવાની કામગરી અમદાવાદના નોડલ ઓફિસર એસીપી કે એન પટેલને આપી હતી.

સૂત્રોનું કહેવું છે કે ક્રાઇમબ્રાંચ સાયબર સેલના એસીપી કે એન પટેલે કોંગ્રેસ દ્વારા SMS કરનારા ધર્મેશ પટેલને બોલાવી પૂછપરછ કરી હતી. ધર્મેશ પટેલે SMSનું આઇડી રોહન ગુપ્તા પાસે હોઇ તે જ યોગ્ય જાણકારી આપી શકે તેમ જણાવતા આગામી દિવસોમાં રોહન ગુપ્તાને બોલાવીને SMSના ખર્ચ અંગે માહિતી મેળવવામાં આવશે.

અગાઉ આ જ કેસમાં SMS કરનારી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીને પણ બોલાવી SMS અંગે પૂછપરછ કરાઇ હતી. જેમાં તેમણે કેટલો ચાર્જ વસૂલ્યો અને તે કોણે આપ્યો હતો તે અંગેની માહિત એકઠી કરવામાં આવી હતી. સૂત્રોએ ઉમેર્યુ હતુ કે તમામ લોકોની પુછપરછ બાદ એક રિપોર્ટ બનાવી ચૂંટણી પંચને સોંપવામાં આવશે. જેથી તમામ પક્ષના ખર્ચ પર ચૂંટણી પંચ નજર રાખી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X