કોડીન કફ સિરપ કૌભાંડમાં ગુજરાત સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દેશભરમાં એક જબરજસ્ત કાર્યવાહી કરીને હજારો કરોડ રૂપિયાના ગેરકાયદેસર કોડીન કફ સિરપ ઉત્પાદન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

આ મેગા ઓપરેશન અંતર્ગત ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં કુલ 25 સ્થળોએ તપાસના ધમધમાટ બોલાવવામાં આવ્યા છે.

EDના અધિકારીઓએ આ કૌભાંડ સાથે સંકળાયેલા મુખ્ય આરોપીઓ અને તેમના મળતિયાઓના રહેઠાણો અને કાર્યાલયો પર દરોડા પાડ્યા છે. સર્ચ ઓપરેશનમાં સામેલ મુખ્ય શહેરોમાં અમદાવાદ, રાંચી, લખનૌ, વારાણસી, જૌનપુર અને સહારનપુરનો સમાવેશ થાય છે.

તપાસ એજન્સીએ મુખ્ય આરોપીઓ શુભમ જયસ્વાલ, આલોક સિંહ, અમિત સિંહ અને અન્ય વ્યક્તિઓના ઠેકાણાઓ પર રેડ કરી છે. આ કાર્યવાહી ગેરકાયદેસર રીતે કોડીન ધરાવતા કફ સિરપના ઉત્પાદન અને વેચાણ સાથે જોડાયેલા સમગ્ર નેટવર્કને તોડી પાડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે.

EDની આ કાર્યવાહી વિવિધ રાજ્યોમાં નોંધાયેલી 30 જેટલી અલગ-અલગ FIRના આધારે કરવામાં આવી છે, જે આ ગેરકાયદેસર ડ્રગ્સ કૌભાંડની ગંભીરતા દર્શાવે છે.

સૂત્રો અનુસાર, આ કેસનો મુખ્ય સૂત્રધાર આરોપી શુભમ જયસ્વાલ દેશ છોડીને દુબઈ ભાગી ગયો હોવાની આશંકા છે. જો કે, ઉત્તર પ્રદેશ પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરીને શુભમના પિતા સહિત અન્ય 32 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ ગંભીર કૌભાંડની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે એક SIT નું પણ ગઠન કર્યું છે, જે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. EDના દરોડાથી ડ્રગ્સ કૌભાંડના પડદાફાશમાં વધુ મહત્વપૂર્ણ પુરાવાઓ મળવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X