ગુજરાતમાં ખેરના લાકડાની તસ્કરી મામલે EDની મોટી કાર્યવાહી, કરોડોની મિલકત જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુજરાતમાં ખેરના લાકડાની ગેરકાયદે તસ્કરીના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ પીએમએલએ (PMLA) એક્ટ હેઠળ ગોધરા જિલ્લામાં અંદાજે 11.3 કરોડ રૂપિયાની 14 સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે.

આ સમગ્ર તપાસ સુરત વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનાના આધારે શરૂ કરવામાં આવી હતી. આરિફ અલી અમજદ અલી ખાન અને અન્ય શખ્સો સામે મની લોન્ડરિંગના પુરાવા મળતા આ કડક પગલાં લેવાયા છે.
આરોપીઓ દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ અભયારણ્યોમાંથી મંજૂરી વગર ખેરના કિંમતી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. વન વિભાગની પરવાનગી લીધા વિના લાકડાની કાપણી કરી તેને અન્ય રાજ્યોમાં ગેરકાયદેસર રીતે વેચીને કરોડો રૂપિયાની કમાણી કરાઈ હતી.
મુસ્તાક આદમ તસિયા અને મોહમ્મદ તાહિર અહેમદ હુસૈન જેવા આરોપીઓએ ગ્રે માર્કેટમાં લાકડા વેચીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. પર્યાવરણ અને વન્યજીવ સૃષ્ટિને નુકસાન કરીને મેળવેલી રકમમાંથી આ મિલકતો વસાવવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.












Click it and Unblock the Notifications
