For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘવારીનો માર, સિંગતેલ અને કપાસિયાના ભાવમાં ધરખમ વધારો

રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં એક ડબ્લા પર 15 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. કપાસિયા તેલના ડબ્લાનો ભાવ રૂપિયા 2075 થયો છે. જ્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2275 રૂપિયા થઈ ગયો છે. મગફળી ડિમાન્ડમાં રહેતા સિંગતેલના ભાવ પણ વધી ગયા છે. યાર્ડમાં કપાસના ભાવ પણ એકંદરે 1400થી 1800 વચ્ચે સ્થિર રહ્યા છે. મગફળીની સાથે કપાસની પણ સારી આવક પહેલેથી થઈ રહી છે.

oil

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ખાદ્યતેલોના ભાવ વાજબી થાય તે માટે વાયદાના વેપાર પર પ્રતિબંધ, આયાત છૂટ સહિતના પગલાં લીધા પરંતુ રાજ્ય સરકારે કેન્દ્રની સૂચના છતા સ્ટોક લિમિટ મૂકીને સંગ્રહખોરી પર નિયંત્રણ મૂક્યુ નથી. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં મગફળીનો રેકૉર્ડબ્રેક પાક, યાર્ડમાં ધૂમ આવક છતાં સિંગતેલમાં બે દિવસમાં 35 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેના પગલે કપાસિયા તેલમાં 25 અને પામતેલમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છે.

વરસાદી સિઝનના કારણે રાજકોટના માર્કેટ યાર્ડ 2 દિવસ માટે બંધ રહેશે. અહીં લગભગ 31.35 લાખ કિલો મગફળીની આવક થઈ છે અને તની કિંમત આશરે 16 કરોડ રુપિયાની છે. માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ઘણા દિવસોથી 900-1150 રુપિયાની વચ્ચે જોવા મળી રહ્યા છે. ખેડૂતોને મળતા મગફળીના ભાવ સ્થિર છે.

English summary
Edible oil price hike in state, Know latest rates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X