For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા સુધારવા એજ્યુકેશન ક્વોલીટી એન્ડ મોનિટરીંગ સેલ બનાવાશે-જીતુ વાઘાણી

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, દેશમાં જાહેર કરાયેલી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦’ના અમલીકરણ માટે ગુજરાત સતત પ્રયત્નશીલ અને અગ્રેસર છે. તેના માટે તૈયાર કરાયેલા રોડમેપમાં ગુજરાતે એક મહત્વની પહેલ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, દેશમાં જાહેર કરાયેલી 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦'ના અમલીકરણ માટે ગુજરાત સતત પ્રયત્નશીલ અને અગ્રેસર છે. તેના માટે તૈયાર કરાયેલા રોડમેપમાં ગુજરાતે એક મહત્વની પહેલ કરી છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન થઇ શકે તે માટે રાજ્ય સરકારે દેશનુ સૌ પ્રથમ એજ્યુકેશન ક્વોલીટી એન્ડ મોનિટરીંગ સેલ-"ગરિમા સેલ" તૈયાર કર્યો છે. આગામી ૭મીં જુલાઇએ આ સેલનુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાયન્સ સીટી અમદાવાદ ખાતે લોન્ચિંગ કરવામાં આવશે.

jitu vaghani

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, રેન્કિંગ અને રેટીંગ પર ભાર મુકી ગુજરાત રાજ્ય ક્વોલિટી અને હોલીસ્ટીક એજ્યુકેશનની દિશામાં સતત આગળ વધી રહ્યુ છે ત્યારે આ એજ્યુકેશન ક્વોલીટી એન્ડ મોનિટરીંગ સેલ-"ગરિમા સેલ" ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે ખુબ જ મહત્વનુ સાબિત થશે. ચંદીગઢની યુનિવર્સિટી સાથે આ સંદર્ભે જરૂરી એમ.ઓ.યુ પણ કરવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યુ કે, આપણા દેશમાં આ માટે National Assessment and Accreditation Council (NAAC), National Institutional Ranking System (NIRF) અને National Board of Accreditation (NBA) કાર્યરત છે. ગુજરાતમાં પણ ગુણવત્તાના નિયત માપદંડો મુજબ રાજ્યની તમામ શિક્ષણ સંસ્થાઓ કાર્યરત થાય, નિયમિત રીતે તેમનું મૂલ્યાંકન થાય, તેઓ નેશનલ અને ઈન્ટરનેશલ રેન્કીંગ પ્રાપ્ત કરે અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા વધુને વધુ સારી થાય તેવા ઉદ્દેશ્યથી નવી પહેલ "ગરિમા સેલ"ની શરૂઆત થશે.

તેમણે વધુમાં કહ્યું કે, ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા કેન્દ્ર-"ગરિમા સેલ" સંસ્થાકીય ઉત્કૃષ્ટતા અને મૂલ્યવર્ધિત શિક્ષણ સુનિશ્ચિત થશે. સંસ્થાગત માપદંડ, મૂલ્યાંકન અને માન્યતાનો ઉદ્દેશ્ય સિદ્ધ થશે. ઉચ્ચશિક્ષણ સંસ્થાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નિયત થયેલ માપદંડો પ્રાપ્ત કરશે. તે ઉપરાંત આ સંસ્થાઓમાં અધ્યયન-અધ્યાપન અને સંશોધનને પ્રોત્સાહન મળશે.

ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને રેન્કીંગ આપવા માટે વિશ્વસ્તરે રાજ્યની વધુ ને વધુ સંસ્થાઓ આવા અગ્રીમ રેન્કીંગ પ્રાપ્ત કરે તે માટે ગરિમા દ્વારા આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ અને યુનિવર્સિટીઝ સાથે એમઓયુ અને પાર્ટનરશીપ કરવામાં આવશે અને આગામી પાંચ વર્ષમાં યોગ્ય તાલીમ અને માર્ગદર્શન થકી રાજ્યની ૧૦૦ ટકા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એક્રેડીટેશન મેળવે તેવા લક્ષ્યને સિદ્ધ કરવામાં આવશે.

English summary
Education Quality and Monitoring Cell to be set up to improve quality in higher education: Jitu Waghan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X