For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણ જિલ્લાના 2.76 લાખ નાગરિકોના ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક કરાયા!

રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેને ખુબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેને ખુબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જે નાગરિકોએ હજુ સુધી મતદારયાદીમાં નામની નોંધણી નથી કરાવી તેવા લોકો નામની નોંધણી કરાવી રહ્યા છે. મતદારયાદીમાં નામની નોંધણી કરાવવા ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત આધારકાર્ડનું ચુંટણીકાર્ડની સાથે લીંકીગ કરાવવામાં આવી રહ્યુ છે. જે નાગરીકોનું અત્યારસુધી આધારકાર્ડની સાથે ચૂંટણીકાર્ડ લીંકીંગ નથી થયુ તેવા લોકો હાલમાં આધારકાર્ડનું લીંકીંગ કરાવી રહ્યા છે. ત્યારે, પાટણ જિલ્લો ચુંટણીકાર્ડનું આધારકાર્ડની સાથે લીંકીગ કરાવવામાં રાજ્યમાં અગ્રેસર બન્યો છે. અત્યાર સુધીમાં કુલ 2.76 લાખ નાગરીકોએ પોતાના ચુંટણીકાર્ડનું આધારકાર્ડ સાથે લીંકીંગ કરાવ્યું છે.

Election card

આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડનું લિંકીંગ દેશના જવાબદાર નાગરિક તરીકે આ પદ્ધતિ ચોક્કસપણે ચૂંટણી કાર્ડ્સ પર છેતરપિંડી થતી રોકશે અને ખોટા મતદારોની ઓળખ થઈ શકશે. જેથી હજુ સુધી જો કોઈ ચુંટણીકાર્ડનું આધારકાર્ડની સાથે લીંકીંગ કરાવવામાં બાકી રહી ગયુ હોય તો હાલમાં 11 સપ્ટેમ્બર સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. તે કાર્યક્રમનો લાભ લઈને જલ્દીથી ચુંટણીકાર્ડનું આધારકાર્ડની સાથે લીંકીંગ કરાવી લેવું. રવિવારે આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે. ચૂંટણીપંચ દ્વારા આધારકાર્ડ લિંકીંગ માટે ઓનલાઇન અને ઓફલાઇન પ્રક્રિયા કરવામાં આવે છે.

English summary
Election card of 2.76 lakh citizens of Patan district linked with Aadhaar card!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X