આચારસંહિતા લાગુ છતાં 650 કરોડના વીજળી બિલ માફીની જાહેરાત કરી ફસાઈ ગુજરાત સરકાર
650 કરોડનાં બિલ માફીની જાહેરાત કરી ફસાઈ ગુજરાત સરકાર
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં રચાયેલ કૉંગ્રેસની સરકારોએ શાસન ધુરા સંભાળ્યાના ગણતરીના કલાકોમાં ખેડૂતોના દેવાં માફ કર્યા છે. ત્યારે, ગુજરાતમાં રાજ્ય સરકારે તત્કાલ અસરથી વીજ ચોરીની રકમ માફ કરી છે. જસદણ પેટાચૂંટણીના જાહેર પ્રચારનાં અંત પહેલાં 6.22 લાખ વીજ ગ્રાહકોના બાકી નીકળતા રૂપિયા 650 કરોડનાં બીલ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એક વખતની સંપૂર્ણ માફી યોજના અંતર્ગત રાજ્ય સરકારે ઘર વપરાશ, કોમર્શિયલ તેમજ ખેતીવાડી વીજ જોડાણોમાં રૂપિયા 500 ભરવાથી બાકી રકમ અને વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જો કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સરકાર પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. વર્તમાનમાં જસદણમાં પેટા ચૂંટણી અંગેનું જાહેરનામુ બહાર પડેલું હોવાથી આદર્શ ચૂંટણી આચાર સંહિતા લાગુ છે. એવામાં સરકાર મતદારોને રીઝવી શકે તેવી કોઇ જાહેરાત કરી શકે નહિં.

650 કરોડની રકમ સરકારે કરી માફ
રાજ્ય સરકારે શરૂ કરેલી આ યોજનાનો અમલ 19 ડિસેમ્બરથી 28મી ફેબ્રુઆરી સુધી ચાલશે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આજે પત્રકારો સમક્ષ આ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના અંદાજે 6.22 લાખ વીજ ગ્રાહકો પાસેથી બાકી નીકળતા રૂપિયા ૬૨૫ કરોડ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માફી યોજનામાં જે વીજ ગ્રાહકોએ કરારિત વીજભાર કરતાં વધુ વીજભાર જોડેલ હોય કે વીજ ચોરીના કેસ ઉપરાંત જે ગ્રાહકો આર્થિક પરિસ્થિતિના કારણે વીજ બીલના નાણાં ભરપાઇ કરેલા ન હોય તેવા ગ્રાહકોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વીજ જોડાણો કાયમી ધોરણે બંધ થઇ ગયા હોય કે કપાઇ ગયા હોય તેવા તમામ ગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળશે. જયારે કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણોને ફરીથી ચાલુ કરી આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આચારસંહિતાનો ભંગ કર્યો ગણાય
ખરેખર તો રાજ્ય સરકારે પેટા ચૂંટણી દરમિયાન આ પ્રકારની જાહેરાત કરીને મતદારોને પ્રભાવિત કરવાનો પણ પ્રયાસ કર્યો છે, એ રીતે આચારસંહિચતાનો પણ ભંગ કર્યો ગણાય. પરંતું, કૉંગ્રેસ સહિત અન્ય કોઇ નેતા કે પક્ષે આ જાહેરાતનો વિરોધ ઉઠાવ્યો નથી.

જસદણની પેટા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે ગુજરાતની જસદણ વિધાનસભા સીટ માટે થઈ રહેલ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. બંને પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ મતદાતાઓને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. પાર્ટીઓ આ પેટા ચૂંટણી જીતવા માંગે છે. મંગળવારે આ સીટ પર થનાર ચૂંટણી માટે પ્રચાર થમી ગયો છે. અહીં 20 ડિસેમ્બરે પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
