For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ECની પત્રકાર પરિષદ, ગુજ. ચૂંટણી અંગે મહત્વની જાહેરાતો

મંગળવારે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 અંગે મહત્વની જાહેરાત કરવામા આવી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં હાલ રાજકીય પક્ષો આગામી વિધાનસભાની ચૂંટણીની તાડમાર તૈયારીઓમાં લાગ્યા છે. એવામાં મંગળવારે સાંજે ચૂંટણી પંચ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશ્નર એ.કે.જોતિએ પત્રકાર પરિષદમાં ચૂંટણીની વ્યવસ્થા અને સુરક્ષા જાહેરાતો કરી હતી.

a k joti

ચૂંટણી પંચ તરફથી કરવામાં આવેલ મુખ્ય જાહેરાતો:

  • ગુજરાતમાં ચૂંટણીની તૈયારી પૂર્ણ, મતદાર યાદીની તમામ તૈયારીઓ પૂર્ણ
  • 26 સપ્ટેમ્બર સુધીમાં કુલ મતદારોની સંખ્યા 4.33 કરોડ
  • કુલ મતદાન મથકો 50,128
  • 25 સપ્ટેમ્બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ
  • 10 લાખ 46 હજાર નવા મતદારો ઉમેરાયા, 5 વર્ષમાં મતદારોની સંખ્યામાં 10 લાખનો વધારો
  • વોટર સ્લિપની વહેંચણી સરકારી કચેરીએથી સરકારી અધિકારીઓ દ્વારા જ કરવામાં આવશે.
  • પાટીદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, વોટર સ્લિપની વહેંચણીમાં ગોટાળા થાય છે. એ વાતને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત નિર્ણય લેવાયો.
  • પાર્ટીઓ ફોટાવાળી મતદાન સ્લિપ ન વહેંચે
  • નવી મતદાર યાદી પ્રમાણે મતદાન યોજાશે.
  • ચૂંટણી સમયે સુરક્ષા બંદોબસ્ત માટે કેન્દ્રિય પોલીસ ફોર્સની ફાળવણી
  • ભય વગર ચૂંટણી થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે
  • નાણાંનો દુરૂપયોગ ન થાય એને લગતી જાહેરાત
  • તમામ પાર્ટી સાથે મુલાકાત થઇ અને દરેકે પોતાના સૂચનો આપ્યા
  • રાજકીય પાર્ટીની માંગણી છે કે, ચૂંટણી બૂથ સિંગલ વિંડો હોવું જોઇએ
  • પંચ તરફથી ચૂંટણી અધિકારીઓને કેશલેસ સુવિધા મળી રહે એ માટેની ભલામણ રાજ્ય સરકારને કરવામાં આવી છે
  • વધુમાં વધુ મતદાન થાય એવી વ્યવસ્થા કરાશે
  • તમામ ઇવીએમ મશીન સલામત છે
  • 55 હજાર પોલિંગ બૂથ ઊભો કરાશે, દરેક બૂથમાં VVPAT મુકાશે
  • બોર્ડર ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા મુકાશે
  • દારૂની હેરફેર પર ચાંપતી નજર રાખવામાં આવશે
  • પૈસા અને ડ્રગ્સની તસ્કરી ન થાય એની તકેદારી રૂપે સતત મોનિટરિંગ કરાશે
  • આવકવેરાના અધિકારીઓ પણ ખડેપગે હાજર રહેશે
  • લાઇસન્સવાળા હથિયાર ધરાવતા નાગરિકોએ પોતાના હથિયારો સંબંધિ SHO કે પોલીસ મથકમાં જમા કરાવવાના રહેશે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ લાઇસન્સવાળા હથિયારો માલિકને પરત કરવામાં આવશે
English summary
Election Commission made some important announcements on Tuesday regarding Gujarat Assembly Election 2017. Read here in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X