સરકાર ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ : ઉર્જા મંત્રી
સુરત જિલ્લામાં બે વર્ષમાં 1,14,790 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 190.57 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. કચ્છ જિલ્લામાં બે વર્ષમાં 1,24,941 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 1195.78 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસીડી આપવામાં આવી રહી છે, જેમાં જામનગર, સુરત અને કચ્છ જિલ્લાના 4,57,329 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂપિયા 1762.80 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. જામનગર જિલ્લામાં બે વર્ષમાં 2,17,598 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 376.45 કરોડની સબસીડી આપવામાં આવી છે.

વિધાનસભા ગૃહમાં ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલમાં અપાતી સબસીડી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતી આ સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે.
ખેડૂતોના પ્રશ્નો અને તેના સમાધાન ઉપરાંત તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસીડી આપવામાં આવી રહી છે.
રાજ્યના ત્રણ જિલ્લાઓ જામનગર, સુરત અને કચ્છના 4,57,329 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂપિયા 1762.80 કરોડની સબસીડી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.
જામનગર જિલ્લાના ખેતીવાડી વીજ ગ્રાહકોને અપાયેલી સબસીડી અંગે માહિતી આપતા મંત્રીએ ઉમેર્યું કે, તારીખ 31 ડિસેમ્બર, 2022 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં બે વર્ષમાં કુલ 2,17,598 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 376.45 કરોડની સબસીડી આપવામાં આવી છે.
જેમાં વર્ષ 2021માં કુલ 1,07,753 ખેતીવાડી વીજ ગ્રાહકોને અને વર્ષ 2022માં કુલ 109845 ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજબીલમાં સબસીડી આપવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2021માં રૂપિયા 172.55 કરોડ અને વર્ષ 2022માં રૂપિયા 203.90 કરોડની સબસીડી આપવામાં આવી છે.
મંત્રીએ સુરત જિલ્લામાં અપાયેલી સબસીડીની વિગતો આપતા વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં બે વર્ષમાં 1,14,790 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 190.57 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં કુલ 56,926 ખેતીવાડી વીજ ગ્રાહકોને અને વર્ષ 2022માં કુલ 57864 ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજબીલમાં સબસીડી આપવામાં આવી છે.
જે અંતર્ગત વર્ષ 2021માં રૂપિયા 85.97 કરોડ અને વર્ષ 2022માં રૂપિયા 104.60 કરોડની સબસીડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. તેવી જ રીતે કચ્છ જિલ્લામાં બે વર્ષમાં 1,24,941 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 1195.78 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે.
જેમાં વર્ષ 2021માં કુલ 61701 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 549.24 કરોડ સબસીડી ચૂકવવામાં આવી છે. જ્યારે વર્ષ 2022માં કુલ 63240 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 646.54 કરોડની સબસીડી વીજબીલમાં આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
