For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીનો બહિષ્કાર નહીં, પણ તેમને સમર્થન પણ નહીં: જર્મની

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 નવેમ્બર: ભારતમાં નિયુક્ત જર્મનીના રાજદૂત માઇકલ સ્ટેનરે શુક્રવારે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકારનો બહિષ્કાર ખતમ કરી દેવાનો અર્થ એ નથી કે જર્મની તેમનું સમર્થન કરી રહી છે બલકે ભારતના લોકતંત્રનું સમ્માન કરે છે.

સ્ટેનરે આ વાત એ સમયે જણાવી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ગુજરાતની તેમની ત્રણ દિવસીય યાત્રા શું મોદીનું સમર્થન છે? સ્ટેનરે જણાવ્યું કે આનું સમર્થન સાથે કોઇ લેવાદેવા નથી. મારા યૂરોપીય સહકર્મિયોની જેમ હું પણ એક વિદેશી રાષ્ટ્રનો પ્રતિનિધિ છું. અમે એ વાતનું સમ્માન કરીએ છીએ કે ભારત એક એવું લોકતંત્ર છે જ્યાં જીવંત સંસ્થાન છે અને આપણે તટસ્ટ રહેવું પડશે, અને અમે એજ કરી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું કે આપે મારા ભાષણોમાં સાંભળ્યું છે અમે કોઇ નેતાઓનું સમર્થન નથી કરતા. એવું પૂછાતા કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પર શું જર્મની તેમને વીઝા આપશે, રાજદૂતે જણાવ્યું કે કાલ્પનિક વસ્તુઓ પર ચર્ચા કરો. મારા દેશનો અભિગમ યૂરોપીય સંઘના દેશોની જેમ છે, આ ભારતને સમ્માન આપવાનું છે.

જર્મની અને યૂરોપીય સંઘના અન્ય દેશો દ્વારા મોદી માટે નવી દિલ્હીમાં એક ભોજનનું આયોજન કર્યા બાદ યૂરોપીય સંઘના દેશોએ તેમનો બહિષ્કાર ખતમ કરી નાખ્યો હતો. જોકે સપ્ટેમ્બરમાં તેમણે ત્રીજીવાર ગુજરાત ચૂંટણીમાં જીત હાસલ કરી હતી. યૂરોપીય સંઘના દેશોએ 2002ના રમખાણો બાદ મોદી સરકાર પર રાજનૈતિક બહિષ્કાર લાગુ કરવામાં આવ્યો હતો. સ્ટેનકરે ગુજરાત અંગે જણાવ્યું કે આ રોકાણ માટે ખૂબ જ રસપ્રદ અને ઉત્તમ રાજ્ય છે.

તેમણે જણાવ્યું કે ઉપલબ્ધિઓ અંગે જણાવ્યું કે, મંગળ અભિયાન ભારતની ક્ષમતાઓને સાબિત કરી દીધી છે. મને લાગે છે કે દુનિયામાં દરેકજણ અને મારો દેશ પણ પ્રભાવિત થયો છે.

નરેન્દ્ર મોદી અને માઇકલ સ્ટેનર

નરેન્દ્ર મોદી અને માઇકલ સ્ટેનર

જર્મનીના રાજદૂત માઇકલ સ્ટેનરે ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

નરેન્દ્ર મોદી અને માઇકલ સ્ટેનર

નરેન્દ્ર મોદી અને માઇકલ સ્ટેનર

જર્મનીના રાજદૂત માઇકલ સ્ટેનરે શુક્રવારે ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

નરેન્દ્ર મોદી અને માઇકલ સ્ટેનર

નરેન્દ્ર મોદી અને માઇકલ સ્ટેનર

જર્મનીના રાજદૂત માઇકલ સ્ટેનરે શુક્રવારે ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

નરેન્દ્ર મોદીને મળ્યા જર્મનીના રાજદૂત

નરેન્દ્ર મોદીને મળ્યા જર્મનીના રાજદૂત

જર્મનીના રાજદૂત માઇકલ સ્ટેનરે શુક્રવારે ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

નરેન્દ્ર મોદીને મળ્યા જર્મનીના રાજદૂત

નરેન્દ્ર મોદીને મળ્યા જર્મનીના રાજદૂત

જર્મનીના રાજદૂત માઇકલ સ્ટેનરે શુક્રવારે ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

નરેન્દ્ર મોદી અને માઇકલ સ્ટેનર

નરેન્દ્ર મોદી અને માઇકલ સ્ટેનર

જર્મનીના રાજદૂત માઇકલ સ્ટેનરે શુક્રવારે ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

English summary
Engaging with Narendra Modi is not endorsement: Germany
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X