પાટણના 5 વિધાનસભા હેડક્વાટર ખાતે EVM નિદર્શન કેન્દ્ર શરૂ કરાયા!

રાજ્યમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વહિવટીતંત્ર આગામી વિધાનસભાની ચૂંટણી તૈયારીમાં લાગી ગયુ છે. ત્યારે, પાટણ જિલ્લામાં EVM નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વહિવટીતંત્ર આગામી વિધાનસભાની ચૂંટણી તૈયારીમાં લાગી ગયુ છે. ત્યારે, પાટણ જિલ્લામાં EVM નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં લોકોને EVM મશીન વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી રહી છે. ભારતીય ચૂંટણીપંચ દ્વારા હાલમાં દરેક જિલ્લામાં EVM નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જે પણ વ્યક્તિ હાલમાં પ્રથમવાર મત આપવાના હોય અથવા જે લોકોને EVM વિશે કોઈ પ્રશ્ન હોય તેવા લોકોને માહિતી આપવામાં આવી રહી છે.

Patan

પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાનું EVM નિદર્શન કેન્દ્ર જિલ્લા સેવા સદન ખાતે શરૂ કરવામાં આવ્યું છે. EVM નિદર્શન કેન્દ્રને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો EVM મશીનનો ઉપયોગ કઈ રીતે થાય તે વિશેની જાણકારી મેળવવા માટે આવી રહ્યા છે. અહીંના કર્મચારીઓ દ્વારા લોકોને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યુ છે. પાટણ જિલ્લામાં કુલ 4 વિધાનસભા બેઠકો લાગુ પડે છે. જેમાંથી કુલ 5 વિધાનસભા હેડક્વાટર ખાતે હાલમાં આ EVM નિદર્શન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. પાટણ, રાધનપુર, સરસ્વતી, સમી અને સિદ્ધપુરમાં હાલમાં EVM નિદર્શન કેન્દ્ર દ્વ્રારા લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.

EVM અંગેની જાગૃતતા માટે મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન શરૂ કરવામાં આવી છે. જે મોબાઈલ ડેમોસ્ટ્રેશન દ્વારા લોકોને માહિતી આપવામાં આવી રહી છે. જેથી ગામડાનાં લોકોને પણ EVM મશીન વિશે સંપૂર્ણ જાણકારી મળી રહે. જિલ્લામાં કુલ 1231 બૂથમાંથી 785 લોકેશન પર હાલમાં મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન ફરી રહી છે. જે લોકોને મતદાન અંગે જાગૃત કરી રહે છે. જિલ્લામાં કુલ 11 જેટલી મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન પાટણ જિલ્લાના તમામ ગામડે જઈને લોકોને EVM મશીનનો કઈ રીતે ઉપયોગ કરવો તે વિશે લાઈવ ડેમો આપી રહે છે. પાટણમાં અંદાજીત 23 હજારથી વધુ નવા મતદારો નોંધાયા છે. આ તમામ નવા મતદારોએ મતદાન કરતા પહેલા EVMની સમજ મેળવી લેવી જોઈએ. EVM નિદર્શન કરી તેમના પ્રશ્નોનાં જવાબ મતદાન કરતા પહેલા મેળવી લેવા જોઈએ. પાટણ જિલ્લાના ગામે ગામ મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન ફરી રહી છે તેમજ તાલુકા મથકોએ EVM નિદર્શન કેન્દ્રો પર EVMની સમજ આપવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X