For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની ધરતી પરથી જિવીત પશુઓની નિકાસ કરવા ફરમાવ્યો પ્રતિબંધ

રાજ્ય સરકારે ગુજરાતમાંથી જિવતાં પશુઓની નિકાસ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકારે ગુજરાતમાંથી જિવતાં પશુઓની નિકાસ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણેની વ્યવસ્થા ન થાય રાજ્યમાંથી પશુઓની નિકાસ નહી કરવા ફરમાન કર્યુ છે. મુખ્યપ્રધાને પ્રિવેન્સન ઓફ ક્રુઅલ્ટી એક્ટના કડક પાલન માટેની કટિબદ્ધતા દર્શાવી હતી.

આ પણ વાંચોઃ પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનઃ દેવામાફી ન હોવો જોઈએ ચૂંટણી વચનોનો હિસ્સોઆ પણ વાંચોઃ પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનઃ દેવામાફી ન હોવો જોઈએ ચૂંટણી વચનોનો હિસ્સો

પશુઓની નિકાસ અટકશે

પશુઓની નિકાસ અટકશે

રાજ્યમાંથી ટૂ્ંણા-કંડલા બંદરેથી જિવીત પશુઓની નિકાસ તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો અને અબોલ જિવોની દરિયાઇ માર્ગે નિકાસ માટે પ્રતિબંધ કર્યો છે. આ અંગે રાજ્ય સરકારે વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુને પત્ર લખીને પણ જાણ કરી છે. કંડલા બંદરે ક્વોરેન્ટાઇન સ્ટેશન અને સર્ટિફિકેશનની સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી પશુઓના નિકાસની પરમિટ બંધ કરવા જણાવ્યુ છે. સરકારે નોટીફિકેશ જાહેર કરીને તેનો તાત્કાલિક અમલ કરવા પણ અનુરોધ કર્યો છે. ગૃહ વિભાગે પણ તેના કડક પાલન માટે યોગ્ય પગલાં લેવાની જાણ કરી છે. પશુઓની નિકાસ અટકાવવા માટે તાકીદના ધોરણે ચેકપોસ્ટ ઉભી કરવા અને સતત કાળજી રાખવા આદેશ કર્યો છે.

પશુ અત્યાચાર નિવારણ સમિતિ કરશે પગલાં

પશુ અત્યાચાર નિવારણ સમિતિ કરશે પગલાં

રાજ્ય સરકારના નોટીફિકેશન અન્વયે રાજ્યના તમામ જિલ્લાઓની પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિને અબોલ જિવો સામે ક્રૂરતાના બનાવોમાં ઇવેન્સન ઓફ એનિમલ ક્રૂએલ્ટી એક્ટની જોગવાઇ પ્રમાણે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

રાજ્યમાં પશુઓની નિકાસ અટકશે કે વધશે

રાજ્યમાં પશુઓની નિકાસ અટકશે કે વધશે

દેશ માંસની નિકાસમાં ટોપના સ્થાને છે. ત્યારે, જિવતાં પ્રાણીઓની નિકાસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે, શું માંસ એક્ષપોર્ટ કરાશે ? રાજ્ય સરકારનો આ અબોલ પશુઓની નિકાસ અટકાવવાનો નિર્ણય કેટલો અમલી થશે તે અંગે પણ શંકા છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી પશુઓની નિકાસ અટકશે કે કેમ તે જોવું રહ્યું.

રાફેલ સોદ્દા પર પણ કૉંગ્રેસને ઘેરતા સીએમ

રાફેલ સોદ્દા પર પણ કૉંગ્રેસને ઘેરતા સીએમ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાફેલ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. મુખ્યપ્રધાને સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવ્યો હતો અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને દેશની માફી માંગવાની માંગ કરી હતી.

English summary
export of animals are prohibit from gujarat, cm vijay rupani take sensitive decision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X