For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે ફેક વીડિયો, અમદાવાદ પોલિસે આપી ચેતવણી

વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા પર એક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે સંદર્ભે અમદાવાદ પોલિસે એડવાઈઝરી જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

Citizen Amendment Act (CAA) ના વિરોધમાં દેશભરમાં ઉગ્ર પ્રદર્શનો ચાલી રહ્યા છે. આખા દેશમાં જાણે કે પ્લાનિંગપૂર્વક વાતાવરણ ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે. લોકો નાગરિકતા સુધારા કાયદો અને એનઆરસી શું છે, તેમાં શું નિયમ અને જોગવાઈઓ તે જાણ્યા વિના પ્રદર્શનો કરી રહ્યા છે અને ધીમે ધીમે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ગુરુવારે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પોલિસકર્મીઓ પર પત્થરમારો કરવામાં આવ્યો. જેમાં ઘણા બધા પોલિસ અધિકારીઓ સહિત પોલિસકર્મીઓ ઘાયલ થયા. અમદાવાદની હિંસા બાદ શુક્રવારે સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં પણ તોફાનો ભડકી ઉઠ્યા.

fake video

આ બધા પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા પર એક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલિસકર્મીઓ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરતા દેખાઈ રહ્યા છે. આ પ્રકારના વીડિયો કે ફોટા જોઈ લોકો વધુ ગુસ્સામાં આવી જતાં પ્રદર્શન વધુ ઉગ્ર બની જતા હોય છે. અમદાવાદ પોલિસે આ સંદર્ભે એક એડવાઈઝરી જારી કરી છે. અમદાવાદ પોલિસે જણાવ્યુ છે કે સોશિયલ મીડિયા પર ફેક વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. તપાસ કર્યા વિના ફેક વીડિયો કે ફોટા શેર કે ફોરવર્ડ કરશો નહિ. અમે સતત સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છે. આ વીડિયો ફેક છે, તે અમદાવાદ કે ગુજરાતનો નથી, તે લખનઉ છે. અમદાવાદ પોલિસે ચેતવણી આપી છે કે જે કોઈ પણ આ ફેક વીડિયો શેર કરશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

નાગરિકતા મુદ્દે ભ્રમ અને અફવાઓના પગલે દેશભરમાં આંદોલનો ઉગ્ર બની રહ્યાં છે, જ્યારે રાજકીય નેતાઓની જવાબદારી બને છે કે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને નાગરિકોના ભ્રમ દૂર કરે અને ઉઠેલા સવાલોના જવાબ આપે. માત્ર સરકાર જ નહિ બલકે દેશ ભળકે બળી રહ્યો છે તે મુદ્દે વિપક્ષે પણ પોઝિટિવ ભૂમિકા ભજવવી જોઈએ અને આગમાં ઘી હોમવાનું કામ થતું હોય તો તે અટકાવવું જોઈએ.

આ પણ વાંચોઃ CAA વિરોધઃ કસ્ટડીમાં લેવાયા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ, ટ્વિટર પર લખી આ વાતઆ પણ વાંચોઃ CAA વિરોધઃ કસ્ટડીમાં લેવાયા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ, ટ્વિટર પર લખી આ વાત

English summary
fake video viral on social media, ahmedabad police warn people not to share
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X