ચિનુ મોદી 'ઈર્શાદે' લીધી વસમી વિદાય, 77 વર્ષે નિધન

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ: ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને ગઝલકાર ચિનુ મોદીનું 77 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે નિધન થયું છે. લાંબી માંદગી અને બે દિવસ પહેલા આવેલા હાર્ટ અટેક બાદ અમદાવાદ ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને રવિવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. ત્યારે ચિનુ મોદીની આ અચાનક વિદાયથી ગુજરાતી સાહિત્યકારોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. ઇર્શાદના ઉપનામે જાણીતા તેવા ચિનુ મોદી ગુજરાતી સાહિત્યને અનેક જાણીતી કવિતાઓ, નાટકો, નવલકથાઓ અને વાર્તાઓ આપી છે.

chinu modi

કુલ 52 જેટલા પુસ્તકો ગુજરાતી સાહિત્યને આપનાર ચિનુ મોદીના અશ્વમેધ અને હુકમ માલિક જેવા નાટકો તથા વાતાયન જેવી કવિતાઓથી ગુજરાતી સાહિત્યને સમુદ્ધ કર્યું છે. એટલું જ નહીં, તેમણે તસ્બી અને ક્ષણિકા જેવા કાવ્યપ્રકારો પણ સર્જ્યા છે. સાથે જ કવિતા સર્જન માટેના વર્કશોપથી લઇને ટીવી પર અનેક ગઝલના કાર્યક્રમો પણ કર્યા છે.

ત્યારે તેમની મૃત્યુ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. મૂળ સાબરકાંઠાના વતની તેવા ચિનુ મોદીને સાહિત્ય એકાદમી દ્વારા 2013માં એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતના જાણીતા સાહિત્યકાર તેવા ચિનુ મોદીની આ અચાનક વિદાયથી ગુજરાતનો સમગ્ર સાહિત્ય જગત શોકમય બન્યો છે.

English summary
Famous Gujarati Gazalkar Chinu Modi is no more. Read here more about him.
Please Wait while comments are loading...