For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષે 3 અઠવાડિયા વહેલી પૂરી થઈ જશે કેસર કેરીની સીઝન

આ વર્ષે 3 અઠવાડિયા વહેલી પૂરી થઈ જશે કેસર કેરીની સીઝન

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ ફૂડ રસિકો માટે નિરાશાજનક સમાચાર. અમરેલી જૂનાગઢ અને ગિર સોમનાથમાં કેરીની ખેતી કરતા ખેડૂતોએ આ વર્ષે કેસર કેરીની સિઝન ગયા વર્ષની સરખામણીએ 25 દિવસ વહેલી પૂરી થતી હોવાનું જણાવ્યું છે. જે સ્ટોક બચ્યો છે તેનાથી 3 અઠવાડિયા સુધી કેરીની સીઝન ચાલશે, આ વર્ષે વરસાદ અને ભારે પવનને કારણે કેરીને નુકસાન પણ થયું છે.

બમણો માર પડ્યો

બમણો માર પડ્યો

આ વખતે કેસરની સિઝનને બમણો માર પડ્યો છે. પહેલા તો કેસર કેરીની આ વખતેની સિઝન મડી આવી, બાદમાં લૉકડાઉન લાગી ગયું અને હવે હવામાનને કારણે કેસરની સિઝન વહેલી સમાપ્ત કરવા માટે ખેડૂતો પણ દબાણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા વરસાદને કારણે પણ કેરીઓ બગડવા લાગી છે.

યાર્ડમાં કેરી ઓછી આવી

યાર્ડમાં કેરી ઓછી આવી

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ સીઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 48000 હેક્ટરમાં કેસર મેંગોનું ઉત્પાદન લેવામાં આવ્યું હતું. કેસર માટેનું સૌથી મોટું હરાજી કેન્દ્ર Talala APMC યાર્ડમા પણ આ વખતે કેરીનું વેચાણ ઘટ્યું. એપીએમસીના સેક્રેટરી એચ એચ ગરસાણીયાએ જણાવ્યા મુજબ આ વર્ષે દરરોજ 10 કલાના 40 હજારથી 45 હજાર કેરીના બોક્સ આતા હતા જે ગયા વર્ષની સરખામણીએ 11000 ઓછા છે.

ખેડૂતોએ કહ્યું સારી કિંમત મળી

ખેડૂતોએ કહ્યું સારી કિંમત મળી

અમરેલીના ધારી તાલુકામાં કેરીની ખેતી કરતા ખેડૂત ઉકા ભટ્ટીએ કહ્યું કે, વાવાઝોડાંની આગાહીને પગલે કેટલાય ખેડૂતોએ કાચી કેરીઓ તોડી લીધી હતી જેથી કરીને પાકને વધુ નુકસાન ના થયા. ખેડૂતોને ટ્રેડર્સ પાસેથી સારી કિંમત મળી છે. ભારે વરસાદને કારણે આંબા પર રહેલી કેરીઓ બગડી જવાથી અમે કેસર કેરીની સિઝન વહેલી સમાપ્ત કરવાનું જાહેર કરી દીધું છે.

હાથ પર ચૂંબન કરીને કોરોનાનો ઈલાજ કરતા બાબાનું કોરોનાથી મોત, 29 ભક્તોને સંક્રમિત કર્યાહાથ પર ચૂંબન કરીને કોરોનાનો ઈલાજ કરતા બાબાનું કોરોનાથી મોત, 29 ભક્તોને સંક્રમિત કર્યા

English summary
Farmers ended kesar mango's season 3 week earlier compare to previous year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X