For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂત આંદોલન પર ભડક્યા ગુજરાતના ડેપ્યુટી CM - આમાં પાકિસ્તાની, ખાલીસ્તાની છે, પિઝા-પકોડી ખાઈ રહ્યા છે

ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર હવે ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નિતિન પટેલે વિવાદિત નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Gujarat's Deputy CM Nitin Patel on Farmers Protest: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનુ આંદોલન ચાલુ છે. ખેડૂત આંદોલનના 22 દિવસ વીતી ચૂક્યા છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર હવે ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નિતિન પટેલે વિવાદિત નિવેદન આપ્યુ છે. નિતિન પટેલે ગુરુવારે(17 ડિસેમ્બર) પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે આ ખેડૂત આંદોલનમાં પાકિસ્તાની, ખાલિસ્તાની અને આતંકી ઘૂસી આવ્યા છે. નિતિન પટેલે કહ્યુ છે કે ખેડૂતો ત્યાં બેસીને આરામથી પિઝા અને પકોડી ખાઈ રહ્યા છે...તેમને આ બધુ ફ્રીમાં મળી રહ્યુ છે. તેમણે દાવો કર્યો છે કે ત્યાં દેશ વિરોધી તત્વો બેઠા છે.

પિઝા, પકોડી ખાતા જોઈ શકો છે તમે ખેડૂતોને - નિતિન પટેલ

પિઝા, પકોડી ખાતા જોઈ શકો છે તમે ખેડૂતોને - નિતિન પટેલ

ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ મુજબ નિતિન પટેલે કહ્યુ છે, 'ખેડૂતોના નામે, દેશ વિરોધી તત્વો, આતંકવાદીઓ, ખાલીસ્તાનીઓ, કમ્યુનિસ્ટો અને ચીન સમર્થક લોકોએ આંદોલનમાં ભાગ લીધો છે. આપણે તેમને પિઝા, પકોડી ખાતા જોઈ શકીએ છીએ...જે મફતમાં મળી રહ્યા છે, આ દેશ વિરોધી તત્વો છે. વિરોધ કરવા માટે તેમને લાખો રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ બધુ ફ્રીમાં નથી થઈ રહ્યુ. ખેડ઼ૂત આંદોલનમાં ભાગ લેનર ઘણા લોકો આતંકવાદીઓ, ખાલીસ્તાનીઓ, કમ્યુનિસ્ટો અને ચીનના સમર્થક લોકો છે.'

લોકસભા-રાજ્યસભાની શું જરૂર છેઃ નિતિન પટેલ

લોકસભા-રાજ્યસભાની શું જરૂર છેઃ નિતિન પટેલ

નિતિન પટેલે ગુરુવારે(17 ડિસેમ્બર) પંચમહાલ જિલ્લામાં એક ખેડૂત સંમેલનને સંબોધિત કરીને કહ્યુ કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ વાતચીતથી કાઢી શકાય છે. એક કાયદો જે સંસદ દ્વારા પાસ કરવામાં આવ્યો છે તેને રદ કરવાની માંગ સાથે ચર્ચા નહિ કરવાનો માત્ર એક જ દ્રષ્ટિકોણ સમજથી પરે છે. આપણે એક લોકતંત્રમાં રહીએ છીએ. આ કાયદાને રાજ્યસભા બહુમત સાથે લોકસભામાં બહુમત સાથે, જેને રાષ્ટ્રપતિએ સ્વીકાર કરી લીધો છે તેને રદ કરવાની માંગનો શું મતલબ છે? તો પછી રાજ્યસભા અને લોકસભાની શું જરૂર છે?

પંજાબને ભારતથી અલગ કરવાનુ આંદોલન

પંજાબને ભારતથી અલગ કરવાનુ આંદોલન

આ આખા પંજાબને ભારતથી અલગ કરવાનુ આંદોલન કરી રહ્યા છે
નિતિન પટેલે કહ્યુ કે હું યુવા પેઢીને જણાવવા માંગુ છુ કે જ્યારે ભારત અને ચીન વચ્ચે પહેલુ યુદ્ધ થયુ હતુ, આ કમ્યુનિસ્ટોએ ખેડૂતોના આંદોલનમાં દાંતી અને હથોડીના પ્રતીકવાળા ધ્વજે ચીનનુ ખુલ્લી રીતે સમર્થન કર્યુ હતુ. આવા સામ્યવાદી, ખાલિસ્તાની જે આખા પંજાબને ભારતથી અલગ કરવાનુ આંદોલન કરી રહ્યા છે. જો કે નિતિન પટેલે એ પણ કહ્યુ કે બધા ખેડૂત આંદોલનમાં ભાગ લેનારા આવા નથી પરંતુ આમાં 5 હજારથી 25 હજાર લોકો આવા આવી ગયા છે જે દેશ વિરોધી છે. આવા લોકો ઈચ્છે છે કે દેશમાં અરાજકતા ફેલાય, લોકો સરકારથી નારાજ થાય.

આંદોલન વચ્ચે આજે PM મોદી MPના ખેડૂતો સાથે કરશે વાતઆંદોલન વચ્ચે આજે PM મોદી MPના ખેડૂતો સાથે કરશે વાત

English summary
Farmers Protest support of anti-nationals, Khalistanis says Gujarat Deputy CM Nitin Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X